HomeGujaratહળવદમા અગરીયાઓએ સારા વરસાદ બાદ વધુ મીઠા ઉત્પાદનની આશ સાથે કર્યું...

હળવદમા અગરીયાઓએ સારા વરસાદ બાદ વધુ મીઠા ઉત્પાદનની આશ સાથે કર્યું શુભમુહુર્ત

ચાલુ વર્ષે હળવદ પંથકમાં સારા વરસાદના પગલે રણમાં કાળી મજુરી કરી અમૃત પકવતા અગરીયાઓમા પણ વધુ સારા ઉત્પાદનની આશ સાથે અગરીયાઓની મંડળીઓ દ્વારા ઠેર-ઠેર રણમાં માતાજીને નૈવેદ્ય ધરાવી મુહૂર્ત કર્યુ છે ત્યારે રણમાં આશરે 5 હજારથી વધારે અગરીયાઓને 200 થી વધારે મંડળીઓને રોજગારી પુરી પાડે છે.

હળવદના અગરીયાઓ રણમાં મીઠું પકવી રોજગારી મેળવી ગુજરાન ચલાવે છે જેમાં આ વર્ષે ચોમાસુ સારું સાબિત થતાં અગરીયાઓમા પણ સારા મીઠું ઉત્પાદનની આશ લગાવી છે જેમાં રણમાં આશરે 5 હજારથી વધારે અગરીયાઓ અને 200 થી વધારે મંડળીઓમાં પરીવાર સાથે 6 મહિના જેટલી કાળી મજુરી કરી પરસેવો સિંચીને અમૃત સમાન મીઠું પકવતા હોય છે ત્યારે પોતાના આરાદ્ય દેવને પોતાના રીતરિવાજો મુજબ નૈવેદ્ય ધરાવી શ્રીફળ વધેરી પુજા અર્ચના કરવામાં આવે છે. પંથકમાં રણકાંઠાના ગામોનો મુખ્ય વ્યવસાય મીઠું પકવી રોજીરોટી મેળવવાનો છે જેમાં કપરી પરીસ્થિતિમાં ઢાટ,તાપ,તડકો વેઠીને મહામહેનતે રોજીરોટી મેળવતા હોય છે જેમાં આ વર્ષે ચોમાસુ સારું બેસતાં સારા ઉત્પાદન અને સારા ભાવની આશાએ પોતાના આરાદ્ય દેવને નૈવેદ્ય ધરાવી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW