HomeGujaratમોરબી : ઉમા ટાઉનશીપમાં કાર પાર્કિંગ કરવા મુદે મારામારી, છરીઓ ઉડી 6...

મોરબી : ઉમા ટાઉનશીપમાં કાર પાર્કિંગ કરવા મુદે મારામારી, છરીઓ ઉડી 6 શખ્સ વિરુદ્ધ ફરિયાદ

મોરબી શહેરના ઉમા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા રાહુલભાઈ ઉર્ફે મુનો કાંતીલાલ વિડજાએ પ્રકાશ નામના શખ્સને ગત તા .5 સપ્ટેમ્બરની મોડી સાંજે ઉમિયા મંદિર પાસે પાર્ક કરેલી ફોર વ્હીલ ગાડીઓ હટાવવાનું કહેતા આરોપીઓને સારું લાગ્યું ન હતું. જે બાબતે બોલાચાલી થઈ હતી તેમજ એક બીજા સાથે ગાળા ગાળી કરી હતી તેમજ રાહુલભાઈ વિડજાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.ઘટના બાદ આરોપીઓએ ફરીયાદીને ફોન કરી સમાધાન માટે બોલાવ્યો હતો. અહી ફરી એકવાર ઝઘડો કરી આરોપીઓ પ્રકાશભાઈ ફુલતરીયા, અમૃતલાલ કુંડારીયા  નીશીત અમૃતલાલ કુંડારીયા અજાણ્યા ત્રણ માણસો સાથે મળી રાહુલને ઢીકાપાટુનો માર માર માર્યો હતો તેમજ એક અજાણ્યા શખ્સે છરીનો મુઠનો ભાગ મારી રાહુલને માથાના ભાગે મારી ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે યુવાને પ્રકાશભાઈ ફુલતરીયા, અમૃતલાલ કુંડારીયા  નીશીત અમૃતલાલ કુંડારીયા અજાણ્યા ત્રણ માણસો વિરુદ્ધ બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW