દરેક યુવાનોને રખડી ખાવાની મજા આવે, બાઈક પર ફરવાની મજા આવે. મફતિયા ઇન્ટરનેટમાં બે ચાર કલાક ગમે તે જોવાની મજા આવશે. આવી મજા પાંચ વર્ષ કરશો પછી આખી જિંદગી મજૂરી જ કરવાની છે. આ વાત સમજી લેજો. પાંચ વર્ષ આ બધું મૂકીને મહેનત કરી લેશો અને કેરિયર બનાવી લેશો તો શું નહીં થાય એ વિચારો.
તમારું વિઝન ખૂલ્યું નથી એટલે આગળની વિચારધારા આવતી નથી. પૂનામાં મારો એક મિત્ર છે જે સીએ, સીએસ અને એમબીએમાં ગોલ્ડ મેડલ છે. એનું નામ માધવ ગનપુલે . મેં એને પૂછ્યું તારો પગાર કેટલો છે. કેમ કે યુવાનોને ફિગર આપીએ તો પ્રેરણા મળે. એને કહ્યું વર્ષે 8 કરોડનો પગાર છે. એટલે મહિનાનો 65 લાખ રૂપિયો થયો. થોડા વર્ષ બાદ મે ફરી પૂછ્યું કે સેલરી કેટલી વધી, એને કહ્યું 20 કરોડ વાર્ષિક. એટલે મહિને પોણા બે કરોડ જેવું થાય. મેં પૂછ્યું કે હવે તો તું સેલેરિમાં બધાથી આગળ હોઈશ. તો એને કહ્યું ના,..હું તો આ લિસ્ટમાં સાતમા ક્રમે છું.
અમારો સીઓ બેસે છે દુબઈમાં એનો પગાર 180 કરોડ છે. વાર્ષિક. આવી નોકરી 10 વર્ષ માટે કરીએ તો મજા આવી જાય કે નહિ? આના માટે મેહનત કરવી પડે. મનોરંજન માટે નેટ અને ચેટ ખોલવાથી કંઈ ન થાય. ઓરેકલ કંપનીના સિઓ લેરી એરિસન નો પગાર દુનિયામાં સૌથી વધુ છે. 1800 થી 2000 કરોડનો પગાર છે. વાર્ષિક. જો સુખી થવું હોય અને બીજાને પણ કરવા હોય તો તોડી નાખે એવી મેહનત કરજો. ડિગ્રી અને ટેલેન્ટ માં તાકાત હશે તો આ દુનિયા સલામ કરશે. જ્ઞાન હશે તો સલાહ પણ પૈસા થી આપી શકસો. નોલેજ હશે તો રાજ કરશો.પણ દાવો ના કરતા. કારણ કે આપણે સેલરી લેવાની છે. દેવાની નથી.
કોઈ કક્ષા એ જવું હોય તો કમર રોડ મેહનત કરવી પડે. શિસ્ત અને નિયમિતતા હશે તો તમારો સ્ટાર સૂરજની જેમ કાયમ ચમકશે. જે વિષય ગમતો હોય એનો ઊંડો અને પૂરો અભ્યાસ કરો.

