HomeGujaratસુંદરગઢ-ચરાડવાની સીમમાંથી મહિલાની લાશ મળવાની ઘટનામાં પતિ સામે ગુન્હો દાખલ,પિતાએ નોધાવી ફરિયાદ

સુંદરગઢ-ચરાડવાની સીમમાંથી મહિલાની લાશ મળવાની ઘટનામાં પતિ સામે ગુન્હો દાખલ,પિતાએ નોધાવી ફરિયાદ

હળવદના ચરાડવાની સીમમાંથી મુંઢમાર મારી હત્યા કરાયેલ હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી. જેમાં હળવદ પોલીસ મથકે મહિલાના પિતાએ જમાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું છે કે, જમાઇને અમારી દીકરીના આડા સંબંધ હોવાની શંકા રાખી અવાર નવાર માર માર્યો હતો. જેથી કરીને અમારી દીકરીએ અમને આ બાબતે જાણ કરી હતી. પરંતુ આજે નહીં તો કાલે મામલો થાળે પડી જશે તેવી આશાએ અમે સહન કરતા હતા. જોકે આખરે અમારા જમાઇએ મારી દીકરીને મુઢમાર મારી મોત નીપજાવેલ છે. જેથી કરીને હળવદ પોલીસ મથકે મહિલાના પતિ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જોકે આરોપી હાથવેંતમાં હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.
મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના ચરાડવાની સીમમાંથી બે દિવસ પહેલા મહિલાની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. જે બાબતે હળવદ પોલીસ મથકે મૃતક મહિલાના પિતા નગરાભાઇ તીતરીયાભાઇ ભાભોરે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, અમારી દીકરી ધનકીબેનને અમારા જમાઇ છગન નવલાભાઇ ડામોર ચરાડવા ગામની સીમમાં કોઇપણ વખતે પાનમ ગામના છનુ સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી માર મારી ઇજાઓ પહોંચાડી મોત નીપજાવેલ છે. જેથી આરોપી છગન નવલા ડામોર સામે હત્યાનો ગુનો નોંધી હળવદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આરોપી હાથવેંતમાં હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW