મોરબીનો એકમાત્ર એવો ગણેશ મહોત્સવ કે જ્યાં ગણેશજીની આરાધના સાથે સાથે દેશની શાન એવા રાષ્ટ્રધ્વજનું પણ સન્માન કરવામાં આવે છે. મોરબીના રવાપર ખાતે વૈભવ લક્ષ્મી ગ્રુપ દ્વારા આયોજીત ગણેશ મહોત્સવમાં ગણેશજીની અદ્ભુત મૂર્તિના દર્શનની સાથે ત્યાં આવતા દર્શનાર્થીઓ જે 15 મી ઓગસ્ટ પછી જ્યાં ત્યાં રહેલા કે તૂટી ગયેલાં રાષ્ટ્રધ્વજ સાથે લાવે છે અને આ ગ્રુપના યુવાનોને આપે છે જે લોકો ક્રાંતિકારી સેના સુધી પહોંચાડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ગણેશ મહોત્સવમાં રોજ રાષ્ટ્રીય ગીતનું પણ ગાન કરવામાં આવે છે જેથી લોકોમાં અને બાળકોમાં દેશભક્તિની ભાવના જાગૃત થાય.

