જ્યારે તમને કોઈ એવું કહે કે તમે ગધેડા જેવા છો ત્યારે તમે કહી શકો કે, હું તો માણસ છું. મારે ચાર નહીં પણ બે પગ છે અને એક દિમાગ છે. જિંદગીની એક ક્ષણમાં હારી ન બેસો એ માટે આખી જિંદગીની પોઝિટિવિટી જોઈએ. કોઈ વખત આવા સંજોગોમાં તમારી એક ક્ષણની ભૂલ આખી જિંદગી બરબાદ કરી શકે. એક ક્ષણ તમારું જીવન બનાવી શકે છે અને એક જ ક્ષણ તમારું જીવન બરબાદ કરી શકે છે.
એક ક્ષણમાં તમે ટ્રેપ ન થઈ જાવ એ માટે આખી જિંદગી પોઝિટિવિટી રાખવી પડે. જીવનમાં પોઝિટિવિટી તમે ન રાખી શકો તો એક ક્ષણ એવી ચુકી જાવ કે આખી જિંદગી હેરાન થવું પડે. પ્રમુખસ્વામી મહારાજ પોતાના જીવનમાં કાયમ માટે પોઝિટિવ એનર્જી સાથે રહ્યા. 95 વર્ષ સુધી એમના જીવનમાં ઘણી એવી પોઝિટિવિટી રહી. જીવનમાં હંમેશા પ્રોસપેરિટી થીંકિંગ કરવું. પોવર્ટી થિંકિંગ ન કરવું. પોઝિટિવ હશો તો તમે જીવનના સંબંધોને સાચવી શકો કામને સાચવી શકો. 40,30,20,10 નો સિદ્ધાંત જીવનમાં યાદ રાખો. જેથી 40% તમે નક્કી કરેલા કામ અને તમે નક્કી કરેલા સંબંધો તમારા ધાર્યા અનુસાર થશે.
બીજા 30 ટકા નક્કી કરેલા તમારા કામમાંથી અને તમે બાંધેલા તમારા સંબંધોમાંથી એમાં એક્સ્ટ્રા એનર્જી પંપ કરવી પડશે. એની મેન્ટેનન્સ કોસ્ટ વધુ આવશે ત્યારે એ 30 ટકા રોલ થશે. 70 સુધી પોચ્યું? બીજા 20% નક્કી કરેલા કામ અને સંબંધો બગડવા માંટે સર્જાયેલા છે. આ વાત કરી લો તો જ તમારી સ્ટેબિલિટી રહેશે. મને ગમતું કામ અને પ્રોજેક્ટ હાથમાંથી જતો પણ રહે આ જ તો લાઈફ છે. જીગર જાન મિત્ર ક્યારેક જાની દુશ્મન પણ થઈ જાય. આ આ અંતિમ દસ ટકામાં આવે છે.
આ વાત તમે સ્વીકારી લો એટલે જીવનમાં કોઈ દિવસ નેગેટિવિટી ન આવે. મને સફળતા જ મળવી જોઈએ અને જીવનનો ગ્રાફ સતત ઉપર જ ચડતો હોવો જોઈએ એવું તો ક્યારેય ન બને. થાય એના માટે પૂરતો પ્રયત્ન કરવો અને ન થાય તો નિરાશ ન થવું એનું નામ મોટીવેશન.
ગમતું થાય તો આનંદ કરી લેવાનો અને ન થાય તો જે છે એ સ્વીકારી લેવાનું. સવારે ઊઠીને ક્યારેય કર્મથી નહીં ભાગવાનું. કોમ્પ્રોમાઇઝ, ટોલરન્સ અને એક્સેપ્ટન્સ નહીં હોય તો બધે જ પ્રશ્નો આવશે. કારણ કે બધી જગ્યાએ ધાર્યું નથી થવાનું. ચાલતા ચાલતા પડી જાવ એ ગુનો નથી પણ પાછા ઊભા થવાનો ઇનકાર કરો એ ગુનો છે.

