HomeGujaratમોરબીમાં પાન મસાલાની દુકાનના તાળાં તોડી ચોરી કરનાર 3 શખ્સ ઝડપાયા

મોરબીમાં પાન મસાલાની દુકાનના તાળાં તોડી ચોરી કરનાર 3 શખ્સ ઝડપાયા

મોરબી શહેરમાં બજરંગ સેલ્સ એજન્સી દુકાનના તાળા રાત્રીના સમયે કોઇ અજાણ્યાં શખ્સોએ દુકાનના તાળાં તોડી બીડી સિગારેટ મળી કુલ રૂ.1,54,500ના મુદામાલની ચોરી કર્યાની અમીતભાઇ મગનમાઇ અંબાણીએ મોરબી સિટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

આ બનાવમાં આરોપીઓને ઝડપી લેવા મોરબી એલ.સી.બી. તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી હતી દરમિયાન એલસીબી સ્ટાફને બાતમી મળી હતી જેમાં બ્લુ કલરની માહતી સ્વીફટ ગાડી તથા. મહીન્દ્રા બોલરો જીજે3 બીવી 9325 શંકાસ્પદ રીતે જોવાં મળી હતી. હકિકત મળેલ હોય જેથી કામે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા પીક્રેટોપ એપ માધ્યમથી વધુ તપાસ કરતા નીચે જણાવેલ આરોપીઓની સંડોવણી લીત થતા અલગ અલગ ટીમો બનાવી એક વાહનનું પાસિંગમોરબી જ્યારે બીજું ભાવનગર જિલ્લામાં હોવાની જાણ થતા પોલીસે અલગ અલગ ટીમ બનાવી ભાવનગર જિલ્લાના દિવ્યરાજસિંહ ઉર્ફે દિગુભા ઓ અનિરૂધ્ધસિઁહ રાઠોડ,મિતરાજ સિંહ અનિરુધ્ધસિંહ ગોહિલ,પડધરી તાલુકાના તરઘડીગામના અરવિંદ નાથ જીવણનાથ પરમારને ઝડપી લીધા હતા આરોપીઓ પાસેથી એક બોલેરો કાર, સ્વીફ્ટ કાર તેમજ ચોરાયેલ સામન સહિત રૂ.13.36લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW