મોરબી તાલુકાના ભક્તિનગર (રવાપર નદી) ગામે આગામી રવિવારે કનેસરાધામના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તિનગર ગામે રહેતા જગદીશભાઈ દેવશીભાઈ હાંસલપરા અને રમેશભાઈ દેવશીભાઈ હાંસલપરા દ્વારા તા. 04-09-2022 ને રવિવારના રોજ ભક્તિનગર (રવાપર નદી) ખાતે કનેસરાધામના બાબા રામદેવ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામામંડળમાં ગાયક સોનલ ઠાકોર પણ ઉપસ્થિત રહેશે જેથી રામામંડળ નિહાળવા ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

