જૂનાગઢ પાસેના માણાવદરના ભીતાણા ગામે પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ જર્જરીત થઈ ગયું હતું. જેને ત્રણ વર્ષ પહેલા તોડી પડાયુ હતુ. પણ હજુ સુધી નવા બિલ્ડીંગનુનં બાંધકામ થયુ ન હોવાથી છાત્રોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર દ્વારા ગ્રાંન્ટ ફાળવી તુરંત કામ શરૂ કરવામાં આવે એવી માંગ વાલીઓમાંથી ઉઠવા પામી છે. જોકે, શિક્ષણના વિકાસના દાવા કરતી સરકારને આવો કોઈ સર્વે કરવાનો સમય નથી.
કોઈ સુવિધા નથી: વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે અમારે ભણવું છે અને આગળ જતા ઉચ્ચ અભ્યાસ પણ કરવો છે. પરંતુ અહીં કોઈ સ્કૂલ બિલ્ડીંગની વ્યવસ્થા જ નથી ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક બિલ્ડીંગ નવી મંજૂર કરે તેવી માંગ છે. માણાવદરના ભીતાણા પ્રાથમિક શાળામાં 65 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ શાળાના જર્જરિત બિલ્ડીંગનું ડીમોલેશન કરાયું હતું. જેને આશરે 3 વર્ષનો સમય વિતી ગયો છે. પરંતુ આજદિન સુધી નવા બિલ્ડીંગનું કામ શરૂ થયું નથી.
ભોજન રૂમમાં શિક્ષણ: જેથી છાત્રોને મધ્યાહન ભોજન રૂમમાં ઉપરાંત પતરાના શેડ નીચે ભણાવવાની નોબત આવી છે. અને આમ તો ત્રણેય ઋતુમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સરકાર દ્વારા તુરંત આ અંગે નિર્ણય લઈ કામ શરૂ કરવામાં આવે એ જરૂરી છે. કારણ કે આગામી સમયમાં જો આજ સ્થિતી રહી તો વાલીઓ નાછૂટકે બાળકોને ખાનગી શાળામાં બેસાડવા મજબૂર બની શકે છે.

