HomeGujaratરોડ રીપેર કરો અન્યથા ખુરશી ખાલી કરો, ગાંધીધામમાં વિરોધ પ્રદર્શન

રોડ રીપેર કરો અન્યથા ખુરશી ખાલી કરો, ગાંધીધામમાં વિરોધ પ્રદર્શન

ગાંધીધામમાં રોડ રસ્તા સહિત પાયાની સુવિધાઓનો સદંતર અભાવ હોવાથી લોકોને થતી પરેશાની અંગે શહેર કોંગ્રેસએ ઉગ્ર વિરોધ પ્રદશન કરીને મંગળવારના નગરપાલિકા કચેરીને તાળા મારી દીધા હતા. બે કલાકથી વધુ સમય સુધી મોટી સંખ્યામાં કોંગ્રેસી નગરસેવકો અને લોકોએ ધસી આવીને પાલિકા સામે રોડ પર ધરણા કરી ‘રોડ રસ્તા ઠીક કરો, અથવા ખુરશી ખાલી કરો’, ‘જનતા આતી હૈ’ જેવા સુત્રો પોકાર્યા હતા.

નગરપાલિકા કચેરીની તાળાબંધી અને વિરોધ પ્રદશન બે કલાક જેટલો ચાલ્યા બાદ પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસી આગેવાનોને બસ બોલાવીને અટકાયતી કાર્યવાહિ હાથ ધરતા એકસમયે ધક્કામુકી અને ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. એક આગેવાન રોડ પર તો એક કાર્યકર બસ અંદર પડી ગયા હતા.જિલ્લા પ્રમુખ યજુવેંદ્રર્સિંહ જાડેજા અને શહેર પ્રમુખ સંજય ગાંધી સહિત 20 ની પોલીસે અટકાયત કરીને એ ડિવિઝન પોલીસ મથક લઈ ગઈ હતી, જ્યાથી બપોરે 2:15ના મુક્ત કરાયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW