HomeGujaratમોરબી :પોલીસ કર્મી પતિ પર પત્નીનો લાકડી વડે હુમલો

મોરબી :પોલીસ કર્મી પતિ પર પત્નીનો લાકડી વડે હુમલો

મોરબી શહેરના એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ જનકભાઈ છગનભાઈ મારવણીયા પર તેના જ પત્ની મનીષા બેને પ્લાસ્ટિક લાકડી વડે હુમલો કરતા હાથ અને કાનમાં ઈજા પહોચી હતી ઈજાગ્રસ્ત હાલતમાં જનકભાઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં તેઓએ તેમની પત્ની મનીષા બેન વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમના બા-બાપુજી તથા તેના ભાઇઓતેઓના ઘરે આવતા હોય જે બાબતે મનીષા બેનને સારું ન લાગતા તેઓને ઘરે આવવા દેવા માંગતા ન હતા દરમીયા બે દિવસ પહેલા  જનકભાઈના નાનાભાઇ નવીનભાઇ ને બે દિવસ પહેલા મોટરસાઈકલ આપેલ હોય જે અંગે મનીષા બેન ગુસ્સે થયા હતા અને મને પુછયા વગર કેમ બાઈક આપો છો તેમ કહી ગાળો આપી તેમના ને પ્લા.ની લાકડી વડે માથાના ભાગે તથા જમણા હાથમાં ઈજા પહોચાડી હતી બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW