31 ઓગસ્ટ, બુધવારથી ગણેશોત્સવ પર્વનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ગણેશ પુરાણ અનુસાર, ભાદ્રપદ મહિનાના શુક્લપક્ષની ચતુર્થી તિથિ પર ભગવાન ગણેશનો જન્મ થયો હતો, આ કારણથી દર વર્ષે ભાદ્રપદ ચતુર્થી પર ભગવાન ગણેશનો જન્મોત્સવ ધામ-ધૂમથી ઉજવવામાં આવે છે. ચતુર્થીની તિથિ પર ગણેશ પ્રતિમાની સ્થાપના સાથે 10 દિવસ સુધી ગણેશોત્સવ પર્વ ઉજવવામાં આવે છે. આનંદ ચૌદશના દિવસે પ્રતિમાનું વિસર્જન કરતા ગણેશોત્સવ પર્વ સંપન્ન થાય છે.
હિંદુ કેલેન્ડર અનુસાર, દર મહિને બે ચતુર્થી તિથિ આવે છે, પણ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ તિથિ પર જ ભગવાન ગણેશનો જન્મ થયો હતો. તેથી દરેક ચતુર્થીમાં આ સૌથી પ્રમુખ હોય છે. ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિ પર શુભ મુરતમાં ઘરમાં ગણપતીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રના વિદ્વાનોનું માનવું છે કે, સ્થાપના અને વિધિ વિધાન સાથે ગણપતીની પૂજા ખૂબ જ લાભકારી હોય છે.
ગણેશજીની પૂજાવિધિ:
સૌથી પહેલા ભગવાન ગણેશનું આવાહન કરતા ‘ૐ ગં ગણપતયે નમઃ‘ મંત્રનું ઉચ્ચારણ કરતા ચૌકી પર રાખેલી ગણેશ પ્રતિમાની ઉપર જળ છાંટો.ભગવાન ગણેશની પૂજામાં ઉપયોગ થનારી દરેક સામગ્રીઓને તેમને અર્પિત કરો.
ભગવાન ગણેશની પૂજા સામગ્રીઓમાં ખાસ વસ્તુઓ હોય છે. જેમ કે, હળદર, ચોખા, ચંદન, ગુલાલ, સિંદુર, મૌલી, દુર્વા, જનોઇ, મિઠાઇ, મોદક, ફળ, માળા અને ફૂલ.ત્યાર બાદ ભગવાન ગણેશની સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પણ પૂજા કરો.
પૂજામાં ધુપ અને દીપ કરતા દરેકની આરતી કરો.આરતી બાદ 21 લાડુઓનો ભોગ લગાવો જેમાંથી 5 લાડુ ભગવાન ગણેશની મૂર્તિ પાસે રાખો અને બ્રાહ્મણો ને સામાન્ય જનતાને પ્રસાદના રૂપમાં વિતરણ કરો.અંતમાં બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમને દક્ષિણા આપી તેમનો આશિર્વાદ લો.પૂજા બાદ આ મંત્રનો જાપ કરો.
विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्धिताय |नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते ||

