મોરબીન રફાળેશ્વર ખાતે યોજાયેલ મેળા દરમિયાન રસ્તા પર લારી રાખવા અને તેના રૂપિયા ની લેતી દેતી મુદે ધોકા પાઇપ કુહાડી સહિતના હથિયાર વડે મારમારી થઈ હતી. ઘટનામાં 2 મહિલા સહિત 7 લોકોને ઇજા પહોંચી હતી આ ઘટનામાં સામા સામી ફરિયાદ નોંધાવી હતી.
પ્રથમ ફરિયાદ મુજબ સુનિતાબેન ખીમજી પરમાર નામની યુવતીના ભાઈએ રફાળેશ્વર મેળામાં પાર્કીંગ પોઇન્ટ રાખેલ હોય જે પાર્કિગ પોઇન્ટમાં વાહનો પાર્ક કરવામાં મગફળીની લારી તથા પાણીપુરીની લારીઓ અડચરણરૂપ થતી હોય જે લારીઓ ખસેડવા અથવા હટાવવા સુનિતાબેન તેમજ તેમના ભાઇ અજયભાઇએ ઉમિયા ગેરેજ વાળા પટેલભાઈને જણાવ્યું હતું જે બાબતનું સારૂ નહીં લાગતા આરોપીઓએ સાથે બોલાચાલી ઝઘડો કરી અન્ય સહ આરોપીઓને બોલાવી એકસંપ કરી ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડાના ધોકા તથા લોખંડના પાઇપ વડે કાજલબેન બંને હાથે તેમના ભાભી જયશ્રીબેનને પણ બંને હાથે સામાન્ય ઇજા કરી તથા તેમના ભાઇ સાહેદ અજયને માથામાં ફેકચર જેવી ગંભીર ઇજા કરી હોવાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સામે પક્ષે દશરથ રઘુભાઈ મકાસણાએ આ નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપી અજયભાઇ ચૌહાણ અજયભાઇના પત્નિ રહે. રફાળેશ્વર, તા.જી.મોરબી.
અજયભાઇના બહેન આરોપીઓએ એકસંપ કરી ઉમા મોટર્સ નામના ગેરેજે આવી રફાળેશ્વર મેળાના ત્યોહારમાં ખાણીપીણીની લારીઓ વાળા પાસેથી પૈસાની ઉઘરાણી બાબતે બોલાચાલી ઝઘડો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી નં.(૧) નાએ ડીસમીસ તથા કુહાડી જેવા પ્રાણઘાતક હથિયાર વડે દશરથભાઈના હાથે તથા પીઠના ભાગે ઇજા કરી તથા સાહેદોને માથામાં તથા આંખ ઉપર કપાળમાં તથા સાથળના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી હતી.બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

