મોરબી નજીક આવેલ મચ્છુનગર ગામમાં રહેતી કોકિલાબેન સુરેશભાઈ સોલંકી નામની મહિલા તેના ઘર બહાર ઉભી હતી તે દરમિયાન બાઇકમાં આવેલ ચતુર પ્રજાપતિ નામના શખ્સે મહિલાનો હાથ પકડી સાથે આવવાનું કહી ધાક ધમકી આપી હતી. દરમિયાન કોકિલાબેનના પતિ વચ્ચે પડતા તેમની સાથે પણ ઝપાઝપી કરી બન્નેને ધાક ધમકી આપી હતી. બનાવ અંગે મહિલાએ આરોપી ચતુર પ્રજાપતિ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

