મોરબીના જેતપર પીપળી રોડ પર રંગપર ગામની નજીક આવેલ ફેકટરીમાં એક પરપ્રાંતીય શખ્સને અપાયેલ કોંન્ટ્રાક્ટ કોઈ કારણસર પાછો લઈ લેવાતા ખુલ્લી તલવાર સાથે કોન્ટ્રાકટર સહિતના બે ઇસમોએ આતંક મચાવ્યો હતો અને ઉદ્યોગપતિને માર મારી ધમકી આપી હોય જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના શક્તિપાર્ક સોસાયટીમાં રહેતા પ્રકાશ નરભેરામભાઈ બારૈયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી રણદીપસિંહ જટ અને યોગેન્દ્રસિંહ જટ રહે બંને રંગપર ગામ એન્ટીકા સિરામિક મોરબી વાળાએ રંગપર ગામની સીમમાં આવેલ સ્પેન્ટાગોન ફેક્ટરીની ઓફિસે જઈને જનરેટરના કોન્ટ્રાકટ સ્પેરપાર્ટના રૂપિયા માંગી ફરિયાદીના ભાઈ પીન્ટુભાઈને લાફો મારી ઝપાઝપી કરી હતી
આરોપી યોગેન્દ્રસિંગ દ્વારા તલવાર અને લોખંડની તાબી લઈને આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા

