HomeGujaratઆ ગુજરાતની સરકારમાં જ ગડબડ છે: ગેહલોત

આ ગુજરાતની સરકારમાં જ ગડબડ છે: ગેહલોત

રાજસ્થાનના મુખ્યપ્રધાન અને કોંગ્રેસના મોટા નેતા અશોક ગેહલોત બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. એમની સાથે કોંગ્રેસ નેતા વેણુગોપાલ પણ જોડાયા હતા. કેન્દ્ર સરકાર પર ચાબખાં મારતી વખતે કે સી વેણુગોપાલે ગુજરાત સરકારને તો. ગુજરાતમાં ભાજપની સ્થિતી અત્યંત ખરાબ હોવાને કારણે જ ૯ મહિના અગાઉ સમગ્ર કેબિનેટ બદલી નાખવામાં આવી છે અને વધુમાં બે દિવસ અગાઉ બે મંત્રીઓ પાસેથી ખાતાં છીનવી લેવામાં આવ્યા છે. આમ, ગુજરાત સરકાર જ કરપ્ટ અને બિનઅસરકારક હોવાનું નિવેદન વેણુગોપાલે કર્યું હતું.ગુજરાતના સિનિયર ઓબ્ઝર્વર અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, સરકાર બદલવી અને મંત્રીઓના ખાતાં છીનવી લેવા એ વાત સુચવે છે કે ગુજરાત સરકારમાં જ ગરબડ છે. તમે જ વિચારો કે જો કોઈ તકલીફ ના હોત તો આવું કરવાની જરૂર જ શું હતી ?

પત્રકાર પરિષદ દરમિયાન ગેહલોતે જણાવ્યું કે, જો ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો રાજસ્થાનની વિખ્યાત મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય યોજનાને ગુજરાતમાં લાગુ કરાશે. કોંગ્રેસ 15 સપ્ટેમ્બર પહેલાં જ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. કૉંગ્રેસ ગુજરાતમાં આગામી ચૂંટણી જીતવા માટે મેદાનમાં ઉતરશે. આ દરમિયાન તેમણે કહ્યુ હતુ કે, ગુજરાતના રસ્તાઓ આજે સારા રહ્યા નથી. પહેલા એવું કહેવાતું હતું કે રાજસ્થાનના રસ્તા સારા નથી, હવે પરિસ્થિતિ વિપરિત થઈ ગઈ છે.રાજસ્થાનની સ્વાસ્થ્ય યોજનાઓને ગુજરાતમાં લાગૂ કરવામાં આવશે.

ભાજપ EDનો ઉપયોગ ‘ઈલેક્શન ડીપાર્ટમેન્ટ’ તરીકે કરી રહી છે. ભૂતકાળમાં પણ આઝાદીની લડાઈમાં કેટલાંક લોકો અંગ્રેજો સાથે જોડાયા હતા અત્યારે પણ અંગ્રેજોની વિચારધારાને અનુસરનારા લોકો ધાકધમકી સહિતના હથકંડાઓ અપનાવી લોકશાહી ઢબે ચૂંટાયેલા લોકોને તોડી રહી છે. ભાજપ EDનો ઉપયોગ ‘ઈલેક્શન ડીપાર્ટમેન્ટ’ તરીકે કરી રહી છે. ભૂતકાળમાં પણ આઝાદીની લડાઈમાં કેટલાંક લોકો અંગ્રેજો સાથે જોડાયા હતા અત્યારે પણ અંગ્રેજોની વિચારધારાને અનુસરનારા લોકો ધાકધમકી સહિતના હથકંડાઓ અપનાવી લોકશાહી ઢબે ચૂંટાયેલા લોકોને તોડી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW