મોરબીના યુવા ઉધોગકાર અને જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ જનકીબેન કૈલાના પતિ જીગ્નેશ કૈલાના લીલાપર રોડ ખાતે આવેલ ઋષિકેશ એપાર્ટમેન્ટ માં આવેલ નિવાસ સ્થાને આગામી 28મીના રોજ રાંદલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ ઉત્સવ યાદગાર રહે તેમજ પ્રકૃતિ જતન કરવાના ઉદ્દેશથી અનોખી કંકોત્રી છપાવી છે.સામાન્ય રીતે પ્રસંગ પૂર્ણ થયા બાદ લોકો કંકોત્રી ફેંકી દેતા હોય છે જોકે લોકો આ કંકોત્રીનો સારો ઉપયોગ કરી શકે તેમજ પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવો પડે તે માટે જીગ્નેશભાઈએ બેંગ્લોરથી કંકોત્રી માંટે કાગળ મગાવ્યો છે જેમાં તુલસીના રોપ ઉછેરી શકાય છે. જીગ્નેશ કૈલાએ આ માટે 2000 જેટલી કંકોત્રી છપાવી છે.
રાંદલ ઉત્સવની કંકોત્રી વિશિષ્ટ છે જે ઇકો ફ્રેન્ડલી છે કંકોત્રીના કવરને કાપી ૩-૪ દિવસ સુધી પાણીમાં પલાળી રાખવી જ્યાં સુધી તે અંકુરિત ના થાય, અંકુરિત થયેલ પત્રિકાને અડધો ઇંચ માટીમાં લગાવવી અને કુંડાને સૂર્યપ્રકાશની નીચે રાખવું અને નિયમિત પાણી આપવા જણાવ્યું છે તુલસીના છોડમાં કંકોત્રીરૂપી છોડ વાવી શકાશે જે તુલસી ના છોડમાં વિકાસ પામશે જીજ્ઞેશ કૈલાએ લોકોને આ કંકોત્રીનો સદુપયોગ કરી ઘરમાં તુલસીનો રોપ ઉછેરવા અપીલ કરી છે.

