ટંકારા તાલુકાના હરબટીયાડી ગામમાં આવેલ રતીલાલ ખંભાણીની વાડીમાં મજુરી કામ કરતા જાન્યાભાઈ ભુરીયા નામના ખેતમજૂરની 11 વર્ષની દીકરી સંજનાબેન ગત તા 20ના રોજ રમતી હતી તે દરમિયાન જમણાપગમાં સાપે ડંખ માર્યો હતો જે બાદ સંજનાની તબિયત લથડતા સારવાર અર્થે રાજકોટની કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું બનાવ અંગે ટંકારા પોલીસે એડી નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે
ટંકારા :હરબટીયાળીમાં 11 વર્ષની બાળકીને સાપ કરડી જતા મોત
RELATED ARTICLES

