સુરેન્દ્રનગર-વિરમગામ હાઈવે પર લખતરના કડુ ગામ પાસે જીવલેણ અકસ્માત થયો છે.જેમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. એક યુવકને તાવ આવતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. સુરેન્દ્રનગર પોલીસે ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લખતર હોસ્પિટલમાં મોકલી આપી આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.
લખતરના કડુ ગામના એક યુવાનની તાવને કારણે તબીયત વધુ બગડી હતી. જેથી બે યુવાનો રાત્રે ચાર વાગ્યાના અરસામાં તેને હોસ્પિટલ સારવાર માટે લઇ જવા બાઇક લઇને નીકળ્યા હતા. એ સમય રસ્તાની સાઈડમાં પાર્ક થયેલા ટ્રકમાં બાઈક ઘુસી જતા યુવાનનું મૃત્યુ થયું છે.

ઘટનાની જાણ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સ્થાનિકોએ પોલીસ અને 108ને આ ઘટનાની જાણ તાત્કાલિક પગલાં લેવા કહ્યું.
આ ઘટનાથી નાના એવા કડુ ગામમાં શોકની લાગણી ફેલાઇ છે.

