HomeGujaratમોરબી: નર્મદા કેનાલમાં શુક્રવારે ડૂબેલા યુવકની બીજા દિવસે લાશ મળી,ફાયર વિભાગે...

મોરબી: નર્મદા કેનાલમાં શુક્રવારે ડૂબેલા યુવકની બીજા દિવસે લાશ મળી,ફાયર વિભાગે કલાકો સુધી શોધખોળ કરી

મોરબી નજીક ઔધોગિક ઝોન એવા લખધીરપુર રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલમાં ગત શુક્રવારના રોજ એક અજાણ્યો યુવાન કેનાલમાં ડૂબી ગયો હતો ઘટના અંગે સ્થાનિકો દ્વારા પોલીસ અને ફાયરને જાણ કરતા મોરબી ફાયર વિભાગના ફાયર સુપ્રિટેન્ડન્ટ દેવેન્દ્ર સિંહ ઝાલા અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કેનાલની આવક ઉપરથી બંધ કરાવી હતી.શુક્રવારે મોડી સાંજ સુધી તપાસ કરવામાં આવી હતી જોકે તેનો પત્તો ન લાગતા શનિવારે વહેલી સવારે ફરી ફાયરની ટીમ પહોચી હતી અને તપાસ હાથ ધરી હતી.અંતે શનિવારે બપોરના સમયે યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતકની ઓળખ રાજુ નાયક ઉતર પ્રદેશના ફિરોઝાબાદના વતની હોવાનું જાણવા મળ્યું છે મૃતક જે રીતે પડ્યો તે દ્રષ્ટિ કેનાલમાં ન્હાવા પડ્યા અને ડૂબી જવાથી મોત થયાનો હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW