મોરબીના રવાપર ગામમાં આવેલ બોનીપાર્કમા સોસાયટી નજીક રહેતા સુનિલભાઇ ધનજીભાઇ શેરસીયાએ 4 વર્ષ પહેલાં રીપેર કરવા નાણાંની જરૂરત પડતા આરોપી પ્રકાશભાઇ નરભેરામભાઇ ભુતની મધ્યસ્થીથી મોરબીના માલદેભાઇ આહિર, લાલાભાઇ બોરીચા પાસેથી મહિને 30 ટકા વ્યાજે રૂપિયા 1 લાખ વ્યાજે લીધા હતા.
સુનિલભાઇ ધનજીભાઇ શેરસીયાએ દર મહિને એક લાખનું 30 હજાર વ્યાજ ચૂકવી દઈ કુલ રૂપિયા 10 લાખ ચૂકવી આપવા છતા વ્યાજખોર માલદેભાઇ આહિરે તારે 17 લાખ ચૂકવવા પડશે તેવું દબાણ આપવા શરૂ કરી ગઈકાલે સુનિલભાઈની બગથળા ગામે આવેલી વાડીએથી વેરનાકારમાં અપહરણ કરી મોરબી લાવ્યો હતો જ્યા બેફામ માર મારી ભોગ બનનાર સુનિલના ભાઈ અમિતને ફોન કરી 17 લાખ લઈને આવવા દબાણ કરી અમિત આવતા માલદેએ અમિતને પણ માર મારી તું જા અને રૂપિયાની વ્યવસ્થા કર તારા ભાઈને ટાંટિયા ભાંગી ઘરે મૂકી જાવ છું તેમ કહી ચારેય શખ્સોએ સાથે મળી ખેડૂતને માર માર્યો હતો.
અને ત્યાર બાદ વ્યાજખોરે ચંડાળ ચોકડીએ સુનિલભાઈને લોખંડનો પાઇપ, લાકડાના ધોકા વડે માર મારી તેના ઘરે મૂકી પૈસા લઈને આવવા જણાવતા સુનિલભાઈ ઘરમાં જતા રહ્યા હતા અને દરવાજા બંધ કરી દેતા ચારેય આરોપીરહ્યા હતા.

