HomeGujarat5 એપ્રિલ બાદ સેન્સેકસ પ્રથમ વાર 60 હજારને પાર

5 એપ્રિલ બાદ સેન્સેકસ પ્રથમ વાર 60 હજારને પાર

શરૂઆતના વેપારમાં સેન્સેક્સ 141.62 પોઈન્ટના વધારા સાથે 59,983.83 પોઈન્ટ્સ અને નિફ્ટી 48.25 પોઈન્ટની તેજી સાથે 17,873.50 પર નોંધાઈ હતી. ઓપનિંગ બાદ નિફ્ટી પર NTPC, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, BPCL, હીરો મોટોકોર્પ તથા આઈસર મોટર્સમાં સૌથી વધુ તેજી નોંધાઈ હતી. જ્યારે , HDFC, HDFC બેંક, ઈન્ફોસિસ, TCS અને HCL ટેક ઘટાડા પર હતા.

ભારતીય ડોમેસ્ટિક માર્કેટમાં સતત 5મા અઠવાડિયે માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. વિદેશી રોકાણકારોની આવકમાં વધારા અને ફુગાવામાં રાહતના કારણે માર્કેટ તેજીમાં છે. સેન્સેક્સ-નિફ્ટીએ છેલ્લા 4 સપ્તાહમાં કુલ 11 ટકાનો સુધારો હાંસલ કર્યો છે. મતલબ કે, 2022માં અત્યાર સુધીમાં બંને ઈન્ડેક્સમાં જેટલો ઘટાડો નોંધાયો તે રિકવર થઈ ગયો છે. એટલે સુધી કે, જુલાઈ મહિનામાં ફેબ્રુઆરી 2021 બાદ માર્કેટનું સૌથી સારૂં સપ્તાહ નોંધાયું હતું.

આજે રૂપિયો પણ જોરદાર તેજીમાં છે. શરૂઆતના વેપારમાં અમેરિકી ડોલરની સરખામણીએ રૂપિયો 44 પૈસા વધીને 79.30 પર આવ્યો હતો. 5મી એપ્રિલ બાદ સેન્સેક્સ 60,100ની નીચે આવી ગયો હતો. આજે નિફ્ટી પણ 17,900 નજીક પહોંચી હતી. સવારે 09:46 કલાકે બીએસઈ સેન્સેક્સ 212.38 પોઈન્ટ એટલે કે, 0.35% સાથે 60,054.59ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે તે સમયે નિફ્ટી 69 પોઈન્ટ એટલે કે, 0.39%ની તેજી સાથે 17,894.25ના સ્તરે જોવા મળી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW