2022માં ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવાની છે ત્યારે રાજકીય પક્ષ સક્રિય થઇ ગયા છે. ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓની ગુજરાત મુલાકાત વધી ગઈ છે અને તેના કારણે રાજ્યમાં રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે આ વખતે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે.

જેના પગલે કોંગ્રેસ ભાજપની ઉંઘ હરામ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ પંજાબ બાદ ગુજરાત પર મીટ માંડી છે. પરિણામે ગુજરાતના આંટાફેરા વધી ગયા છે. ત્યારે આજે ફરી કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને પ્રજાની વધુ એક ગેરન્ટી આપી છે. કેજરીવાલે જણાવ્યું કે, ગુજરાતમાં જન્મ લેનાર દરેક બાળકને ફ્રી અને સારુ શિક્ષણ આપીશું. આ પહેલા કેજરીવાલ 300 યુનિટ ફ્રી વીજળી, રોજગારીલક્ષી જાહેરાત તેમજ આદિવાસીઓના હક્કોને લઈ જાહેરાત કરી ચૂક્યા છે.
✅ગુજરાતના દરેક બાળકને સારું અને મફત શિક્ષણ
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) August 16, 2022
✅દિલ્હીની જેમ જ બનાવીશું ગુજરાતની દરેક શાળાને શાનદાર
✅ગુજરાતમાં પણ લગાવીશું ખાનગી શાળાઓના મનસ્વી ફી-વધારા પર રોક
✅પ્રવાસી શિક્ષકોને કાયમી કરી શિક્ષકોની ઘટ પુરી કરીશું
✅શિક્ષકોને શિક્ષણ સિવાય અન્ય કોઈ કામ નહીંpic.twitter.com/7qke9GPVye

