મોરબીના સો ઓરડી વિસ્તારમાં આવેલ ગેલેક્સી સોસાયટીમાં રહેતા અને સિરામિક ટાઈલ્સના ધંધા સાથે સંકળાયેલ સાહીદભાઇ સુભાનભાઇ મુલતાની તેના ધંધાના પાર્ટનર સંજયભાઇ શિવાભાઇ કાલાવડીયા પાસે કમિશનના રૂપિયા 40 000 માગતા હોય જેથી આરોપી સંજયભાઇએ શાહીદભાઈને કંડલા બાયપાસ ઉમા સ્ટીલ પાસે ફોન કરી બોલાવ્યા હતા અને તુ મારી પાસે રૂપિયાની ઉઘરાણી કેમ કરે છે. તેમ કહી ભુંડાબોલી ગાળો આપી પોતાની ગાડીમાં રહેલ છરી કાઢી હતી અને શાહીદને એક ઘા ડાબા પેડુના ભાગે તેમજ બીજો ઘા ડાબા પડખાના ભાગે મારી ગંભીર ઇજા કરી તેમજ આરોપી રૂદ્ર સંજયભાઇ કાલાવડીયા (૩) ફાલ્ગુનીબેન વા ઓ સંજયભાઇ શિવાભાઇ કાલાવડીયા (૪) સંજયભાઇ ના સાળી ભાવનાબેન રહે. બધા મોરબી કંડલા બાયપાસ ઉમા સ્ટીલ પાસે સ્ટીલના પાઇપ વતી તથા ઢીકા પાટુ નો માર મારી ફરી.ને આડેધડ માર મારી શરીરે મૂઢ ઇજાઓ પહોચાડી હતી બાદમાં જો રૂપિયા માંગીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

