HomeGujaratપોલીસ મથકમાંથી ચોરીમાં પકડાયેલી 2 આરોપી મહીલા ફરાર

પોલીસ મથકમાંથી ચોરીમાં પકડાયેલી 2 આરોપી મહીલા ફરાર

સફાઈ કામદાર આવતાં ઈન્વેસ્ટીગેશન રૂમમાંથી કાઢી PSO સામેનાં ટેબલ પર બેસાડાઈ હતી. શહેરનાં પ્ર.નગર પોલીસ મથકમાંથી આજે સવારે ચોરીનાં ગુનામાં પકડાયેલી બે આરોપી મહીલા પીએસઓ અને મહીલા કોન્સ્ટેબલની નજર ચુકવી ભાગી જતાં દોડધામ મચી ગઈ હતી. ઘણી વાર તપાસ કરવા છતાં બન્ને આરોપી મહીલા નહી મળતા આખરે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

આરોપી મહિલા ફરાર: ગઈકાલે પ્ર.નગર પોલીસે ચોરીનાં ગુનામાં કાજલબેન કાનાભાઈ દાતણીયા અને પુજાબેન કાનાભાઈ દાતણીયા (રહે, બન્ને શાસ્ત્રીમેદાન પાસે ઝુંપડામાં)ની ધરપકડ કરી હતી. આ બન્ને આરોપી મહિલાને પીએસઓ રૂમની પાછળ આવેલા ઈન્ટ્રોગેશન કમ ઈન્વેસ્ટીગેશન રૂમમાં રાખવામાં આવી હતી. બન્ને આરોપી મહિલાઓ સાથે એક એક નાનુ છોકરૂં પણ હુતું.

આજે સવારે સફાઈ કામદાર આવતા બન્ને આરોપી મહીલાને ઈન્વેસ્ટીગેશન રૂમમાંથી બહાર મોકલી પીએસઓની સામે આવેલા ટેબલ સામે બેસાડવામાં આવી હતી. આ વખતેપીએસઓ તરીકે ફરજ બજાવતા એએસઆઈ બીપીનદાન રતીદાન ગઢવી અને મહિલા લોક રક્ષક મિતલબેન વજુભાઈ ગોહીલ ઓફીસ વર્ક કરવામાં મશગુલ હતાં એ દરમિયાન બન્નેની નજર ચુકવી બન્ને આરોપી મહીલા ભાગી ગઈ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW