આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મોરબીમાં પણ જીલ્લા ભાજપ તેમજ તેમજ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રા શહેરના શનાળા રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરથી નીકળીને સરદારબાગ, રામ ચોક, ગાંધી ચોકથી રવાપર રોડ થી બાપા સીતારામ ચોક થઈને સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી.

રેલી પૂર્ણ થયા જાણે આગેવાનો જાણે પોતાની પાસે રાષ્ટ્ર ધ્વજ છે તે પણ ભૂલી ગયા હતા. મોરબી શહેરના પ્રથમ નાગરિક એવા પાલિકા પ્રમુખ કુસુમબેન કરમશીભાઈ પરમારના હાથમાં જે રાષ્ટ્ર ધ્વજનું સન્માન કરવાનું ભૂલી ગયા અને ધ્વજને ઊંઘી હાલતમાં રાખી જમીન સાથે ઢસડાય તે રીતે રાખ્યો હતો આ સિવાય પાલિકા પ્રમુખના પતિ કરમશીભાઈ પરમાર પણ શરૂઆતથી રાષ્ટ્રધ્વજના પ્રતીક એવા બ્લોચ ઊંધો પહેરી રાખ્યો હતો. હદ તો ત્યાં સુધી થઈ કે જ્યારે તેમનું ધ્યાન દોરવામાં આવ્યું તો લાજવાને બદલે પોતે સાચા છે તેવો રુઆબ ઝીકયો હતો

