અખંડ કવિ સંમેલનમાં મહાત્મા ગાંધીના વિરોધરૂપ કવિતાના પઠનથી વિવાદ થયો છે. સૌરાષ્ટ્ર યુનવર્સિટીમાં આ કવિ સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં મધ્ય પ્રદેશના કવિ એ ગાંધીની વિરુદ્ધમાં કવિતા પઠન કર્યું.
કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો: કવિ દેવકૃષ્ણ વ્યાસ ગાંધીજીને અનુલક્ષીને કવિતા લલકારી હતી જેના શબ્દો આ મુજબ હતા ‘સુભાષ કા ઉપહાસ ઉડાયા ઔર નહેરુ સે મોહ કિયા; આઝાદી કે નાયક થે તુમ કૈસે ખલનાયક જીત ગયે,માતા કે બટવારે કો સાલ પચ્ચતર બિત ગયે; હમે અધૂરી દી આઝાદી, બિના ખડગ ઔર ઢાલ કી’.

રાજીનામું આપી દો: ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં કાર્યરત ગુલાબદાસ બ્રોકર ચેર દ્વારા અખિલ ભારતીય શૈક્ષિક સંઘ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે એક કવિ સંમેલન યોજાયું હતું. મધ્યપ્રદેશના દેવાસ શહેરના કવિ દેવકૃષ્ણ વ્યાસની કાવ્ય પંક્તિથી ગાંધી પ્રેમીઓ નારાજ થયા છે. કોંગ્રેસના નેતા નિદત બારોટએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે કાવ્ય મહાકુંભ યોજયો હતો તેમાં મધ્યપ્રદેશના થી આવેલા કવિએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અપમાનજનક કવિતા રજૂ કરી આ સમયે ગુલાબદાસ બ્રોકર ચેરના કો-ઓર્ડીનેટર મનોજ જોશીએ પણ કવિતાને ખૂબ જ સારી ગણાવી હતી. અમારી માંગ છે કે મનોજ જોશીનું રાજીનામું લઈ લેવું

