એક તરફ સિરામિક ઉધોગમંદીનો માર સહન કરી રહ્યા છે તો બીજી તરફ ઇન્કમ ટેક્સ અને જીએસટી સહિતના વિભાગ મોરબી સિરામિક પર દરોડાની કાર્યવાહી કરી ઉધોગકારોની ઊંઘ ઉડાડી દીધી છે. હજુ ઉદ્યોગકારો ફેક્ટરી બંધ કરે તે પહેલા તો ઇન્કમ ટેક્સની ટીમે મંગળવારે મોરબીમાં ધામા નાખ્યા અને સિરામિક યુનિટ, રહેઠાણ મકાન, સપ્લાયર સહીત 10 જેટલા સ્થળ પર તવાહી બોલાવી છે હજુ પણ ઇન્ક્મ ટેક્સની કાર્યવાહી ચાલી રહી છે.
તે દરમિયાન હવે જીએસટીની ટીમે પણ ધામા નાખ્યા છે. અને મોરબીના અલગ અલગ વિસ્તારમાં તપાસ માટે પહોચી હતી અને સિરામિક ટ્રેડીંગ તેમજ રો-મટીરીયલ સપ્લાય સાથે સંકળાયેલ ૨૪ જેટલી પેઢીઓમાં જીએસટીની ટીમે ધામા નાખ્યા હતા અને દસ્તાવેજની ચકાસણી હાથ ધરી હતી ચેકીગ દરમિયાન જીએસટી દ્વારા મહત્વના દસ્તાવેજની પણ ચકાસણી કરી હોય અને મોટા પાયે બોગસ બિલીંગ હાથે લાગ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે હાલ આ અંગે જીએસટી વિભાગ દ્વારા સતાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી પણ આ બાબતે આગામી સમયમાં મોટો ઘટસ્ફોટ થવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે

