HomeNationalવાહ! જુદા જુદા ચાર્જર માટેની ઝંઝટ ખતમ, હવે એક કોમન પીન આવશે

વાહ! જુદા જુદા ચાર્જર માટેની ઝંઝટ ખતમ, હવે એક કોમન પીન આવશે

અત્યાર સુધી જે અનેક પ્રકારના ચાર્જરની વ્યવસ્થા જોવા મળી રહી છે તેના પર પૂર્ણવિરામ મુકવા માટે યોજના બનાવાઈ રહી છે. તેના કારણે ‘ઈ-વેસ્ટ’માં પણ ઘટાડો જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ યુરોપીય સંઘે 2024 સુધીમાં નાના ઈલેક્ટ્રોનિક ઉપકરણો માટે એક યુએસબી-સી પોર્ટને અપનાવવાનો નિયમ લાગુ કરવા જણાવ્યું હતું. અમેરિકામાં પણ આ પ્રકારની યોજના બની રહી છે.

ડીવાઈસ ફીચર; અધિકારીના કહેવા પ્રમાણે હવે સમય આવી ગયો છે કે, આપણે ફક્ત બે પ્રકારના ચાર્જિંગ પોઈન્ટ્સ માટેની ફ્રેમવર્ક પર કામ કરવાનું શરૂ કરીએ. મતલબ કે, એક ચાર્જિંગ પોર્ટ સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ, ઈયરબડ્સ, સ્પીકર જેવા નાના અને મીડિયમ સાઈઝના ડિવાઈસમાં વપરાશે. જ્યારે બીજું ફીચર ફોન્સમાં વપરાશે.

સામાન્ય ચાર્જર: સરકાર સ્માર્ટફોન અને ટેબ્લેટ સહિતના વિવિધ ઉપકરણો માટે એક સામાન્ય ચાર્જર અપનાવવામાં આવે તે અંગે વિચારણા કરી રહી છે. ઉપભોક્તા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે આ અંગે વિચારણા માટે મંત્રાલયે તા. 17 ઓગષ્ટના રોજ ઈન્ડસ્ટ્રી સાથે એક બેઠક યોજી છે. બેઠકમાં એ મુદ્દે ચર્ચા કરવામાં આવશે કે, તમામ ઈલેક્ટ્રોનિક ઉપકરણો માટે એક ચાર્જર લાગુ કરવામાં શું તકલીફ પડી શકે છે. મોબાઈલ ઉત્પાદકો સહિતના અન્ય સંગઠનોને તે બેઠકમાં બોલાવવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW