ભોજ પરા ગામમાં પાણીની લાઈનમાથી પાણી આવતું ન હોવાથી ગામની એક વ્યક્તિ ફ્રીયાય્દ કરવા ગઈ હતી જેથી ઉશ્કેરાઈ જઈ ગામના સરપંચ યુનુસ હસનભાઈ શેરસીયા અને મુસ્તફા આહમદ કડીવાર પર માર મારી માથું ફોડી નાખી ગંભીર ઈજા પહોચાડી હોવાની વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વર્ષ 2019 માં એક ફરિયાદ નોધાઈ હતી આ બનાવની પોલીસે આરોપીને ઝડપી જેલ હવાલે કરી દીધા હતા
આ કેસ વાંકાનેર બીજા અધિક સિવિલ જજ અને જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ચાલ્યો ગયો હતો આ કેસમાં સરકારી વકીલ એસ બી સોલંકી દ્વારા ફરીયાદી તરફથી પોતાનો પક્ષ રજુ કર્યો હતો જેમાં દલીલ કરવામાં આવી હતી કે આરોપીઓએ માથામાં પથ્થર માર્યા હોવાની કબુલાત આપી હતી તેમજ જયારે ડોકટર દ્વારા પણ આ અંગે સમર્થન આપવામાં આવ્યું છે તપાસ અધિકારી દ્વારા પ પૂરતા દસ્તાવેજ રજુ કરવાંમાં આવ્યા છે.જેથી આરોપીઓને કાયદા મુજબ સજા આપવામાં આવે
બીજી તરફ બચાવ પક્ષે દાવો કર્યો હતો કે ફરિયાદિ પાણીના ટાંકીને નુકશાન કરતા હિય જેથી આરોપી ત્યાં હાજર હોવાથી તેમને રોક્યા હતા જેથી તેમના પર ખોટી ફરિયાદ કરવામાં આવી છે.તપાસ અધિકારી દ્વારા સ્વતંત્ર સાહેદોના નીવેદન લીધા નથી માત્ર ફરિયાદિના સગાઓના નિવેદન લેવામાં આવ્યા હતા આ ઉપરાંત આરોપી 2 સામે કોઈ ગુનાહિત આક્ષેપ કરવા આવ્યો નથી આમ ફરિયાદ ખોટી હોવાનુ જણાવી આરોપીઓને નિર્દોષ છોડવામાં આવે તેવી માંગ કરી હતી
બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ મેજીસ્ટ્રેટ દ્વારા 7 મૌખિક પુરાવા તેમજ 4 લેખિત પુરાવાંની ચકાસણી કરી આરોપી યુનુશ શેરસીયાને ગુનેગાર ઠેરવાયા હતા અને એક વર્ષની કેદ અને 10 હજારનો દંડ ફટકાર્યો હતો. તેમજ ફરિયાદી શૈલેશભાઈને વળતર પેટે રૂ 8000 ચુકવવા હુકમ કર્યો હતો આ ઉપરાંત બીજા આરોપી મુસ્તફા અહમદ કડીવારને પુરાવાના અભાવે નિર્દોષ છોડવા પણ હુકમ કરવામાં આવ્યો હતો

