મોરબી જિલ્લાના 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બાયો કેમેસ્ટ્રી એનીલાઈઝર મશીન મુકવા એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં ફૈઝ સર્જીકલ નામની એજન્સી દ્વારા મશીન માટે રૂ 21.20 લાખ જાહેર કરતા આ કંપનીને કોન્ટ્રકટ મળ્યો હતો જે બાદ આ એજન્સી દ્વારા 8 મશીન આપ્યા હતા.આ મશીન શરૂઆતથી શંકાસ્પદ લાગતું તે અંગે તપાસ કરવા પીએચસીના સ્ટાફ દ્વારા અધિકારીને જાણ કરતા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરી હતી જેમાં વાંકાનેર તાલુકાના મેસરિયા પીએચસી કોઠી પીએચસી તેમજ ટંકારા સાવડી પીએચસી એમ ત્રણ સ્થળ પર હલકી ગુણવતાના હોવાનું સામે આવ્યું હતું મેડીકલ ઇન્સ્ત્રુમેન્ટ બાયોકેમેસ્ટ્રી એનીલાઈઝર મશીન કંપની kery merililyzer cliniquant micro જેના sr no 605199 છે જે બીલમાં રજુ કર્યા હોય તે અને હાલ મશીનમાં હતા તે નમ્બર અલગ અલગ મળી આવ્યા જેથી આ મશીન મુકવામાં ગેરરીતી સામે આવી હતી.જે બાદ આરોગ્ય અધિકારી તાત્કાલિક અસરથી પીએચસીને પત્ર લખી સાધનો પરત કરવામાં આવે અને તેની પહોચ મેળવી લેવી તેમજ તેનો હેરફેર ખર્ચ પણ એજન્સીને ભોગવવાનો રહેશે તેવો આદેશ કરવામાં આવ્યો હતો
બીજી તરફ આરોગ્ય સમિતિના ચેરમેન હીરાલાલ ટમારીયાએ માહિતી આપી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે અમને મશીન બાબતે ગેરીરીતિ થયાની માહિતી મળતા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી જેમાં આ મશીનની તપાસ માટે નિષ્ણાંતને બોલાવામાં આવ્યા હતા એટલે હવે આ મશીન અંગેનો રિપોર્ટ આવે એટલે તરત ખ્યાલ આવી જશે કે આ મશીનમાં કેટલી ગેરીરીતિ કરવામાં આવી છે હાલ આ મશીનનું પેયમેન્ટ પણ અટકવામાં આવ્યું છે. તેમજ જિલ્લા આરો આ અંગે આરોગ્ય સમિતિના ચેરમેને સાધનો પરત ન આપવામાં આવે પરંતુ બ્લેક લીસ્ટ કરવા અંગે ઉચ્ચ ક્ક્ષાએ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી પ્રકિયા હાથ ધરવામાં આવશે તેવો પણ દાવો કરાયો હતો
મોરબી જીલ્લાની 10 લાખ જેટલી વસ્તીના આરોગ્યની જાળવણી કરવાની જવાબદારી જે જિલ્લા આરોગ્ય વિભાગની છે તેમના દ્વારા આ એજન્સીને કોન્ટ્રકટ આપવામાં આવ્યો હતો ત્યારે તેની હિસ્ટ્રી તપાસવામાં આવી હતી કે કેમ ટેન્ડર મંજુરી કોણે આપી, જતે વખતે મશીન ડીલવરી થઇ ત્યારે તેની તપાસ કરાઈ હતી કે કેમ સમગ્ર બનાવમાં કોઈ અધિકારીઓની બેદરકારી તો નથીને તે પણ તપાસ કરવી જરૂરી છે
હાલ આરોગ્ય વિભાગ દ્વારા એજન્સીનું પેમેન્ટ અટકવી દેવામ આવ્યું હોવાનો આરોગ્ય વિભાગ દાવો કરી રહ્યું છે જોકે શુ આ એજન્સી સામે છેતરપિંડી અંગેનો ગુનો દાખલ કરવામાં આવશે કે કેમ તે પણ સવાલ ઉઠી રહ્યા છે

