HomeNationalખાટું શ્યામજી મંદિરમાં ભાગદોડ થતાં 3 વ્યક્તિના મોત

ખાટું શ્યામજી મંદિરમાં ભાગદોડ થતાં 3 વ્યક્તિના મોત

રાજસ્થાનના સીકર જિલ્લાના ખાટુશ્યામજીમાં સોમવારે સવારે નાસભાગમાં ત્રણ મહિલાઓના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સવારે લગભગ 4.00 વાગ્યે મંદિરના દરવાજા બંધ હતા ત્યારે નાસભાગ મચી હતી. આ દરમિયાન ભીડ વચ્ચે થયેલી મારામારી વચ્ચે 3 મહિલાઓના મોત થયા હતા.

સારવાર ચાલું: તે જ સમયે અન્ય ત્રણ ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે. મૃતક મહિલા પૈકી એક હિસારની હતી, જ્યારે અન્ય બેની ઓળખ થઈ શકી નથી આ મામલામાં ઘાયલ 2 લોકોને જયપુર રિફર કરવામાં આવ્યા છે. જ્યારે એકની સારવાર ખાટુશ્યામજી સીએચસીમાં ચાલી રહી છે.

મેળો ભરાયો હતો: ખાટુશ્યામજીમાં પુત્રા એકાદશીનો માસિક મેળો ભરાયો હતો, જેમાં દર્શન માટે મોડી રાતથી જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટવા લાગ્યા હતા. આ દરમિયાન સવારની આરતી માટે જ્યારે દરવાજા બંધ કરવામાં આવ્યા ત્યારે દર્શનાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને ભીડને કારણે 3 મહિલાઓના મોત થયા હતા. આ ઘટનામાં અન્ય બેને સામાન્ય ઈજાઓ થઈ હતી, જેમને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW