મોરબી સહીત રાજ્યભરમાં ફરી એકવાર ચોમાસાનો નવો રાઉન્ડ શરુ થયો છે અને શ્રાવણી સરવડા પડી રહ્યા છે શુક્રવારે વહેલી સવારથી જિલ્લામાં ઘટા ટોપ વાદળો આવી ચઢ્યા હતા અને ધીમી-ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો સવારથી સાંજે 06 વાગ્યા સુધીમાં 06 મીમીથી લઇ 48 મીમી લઇ વરસાદ પડી ગયો હતો.તાલુકા મુજબ જોઈએ તો સૌથી વધુ હળવદ પંથકમાં 48 મીમી વરસાદ પડ્યો હતો.તો સૌથી ઓછો વાંકાનેર તાલુકામાં વરસાદથયો હતો વાંકાનેરમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે 06 મીમી વરસાદ નોધાયો હતો અન્ય તાલુકાની વાતકરીએ તો મોરબીમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 19 મીમી વરસાદ નોધાયો હતો જયારે માળિયા પંથકમાં 37 મીમી અને ટંકારામાં 26 મીમી વરસાદ પડ્યો હતો. મોરબી જીલ્લામાં વહેલી સવારથી થયેલ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી બીજી તરફ દીવસભર વાદળ છાયું વાતાવરણ રહેવાના કારણે હવામાં ધુમાડો છવાયો હતો

હળવદ પંથકમાં વહેલી સવારથી મેઘરાજાની મહેરબાની જોવા મળી હતી અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો હતો તો બપોરના સમયે અલગ અલગ ત્રણ સ્થળે વીજળી પડવાની ઘટના સામે આવી છે હળવદના મથક ગામમાં વિજડી પડતા એક ગાય અને એક ભેસનું મોત થયુ હતું આ ઉપરંત હળવદ ખોદ ગામની સીમ વિસ્તારમાં પણ વિજડી પડી હતી જોકે અહી કોઈ જાનહાની થઈ હટી આ ઉપરાંત ઈંગોરાળા ગામમાં એક ખેતરના વિજ ટ્રાન્સ ફોર્મેર પણ ધડાકા સાથે વીજળી પડતા ટ્રાન્સફોર્મર સળગવા લાગ્યું હતું સદનસીબે બનાવ સમયે ત્યાં કોઈ માણસ કે પશુ હાજર ન હોવાથી જાનહાની થઇ ન હતી

