HomeGujaratકોમનવેલ્થ ગેમ્સ 2022: હરજિન્દર કૌરે વેઈટલિફ્ટિંગમાં ભારત માટે સાતમો મેડલ જીત્યો

કોમનવેલ્થ ગેમ્સ 2022: હરજિન્દર કૌરે વેઈટલિફ્ટિંગમાં ભારત માટે સાતમો મેડલ જીત્યો

રમતગમતમાં જ્યાં સુધી વિજેતા જાહેર ન થાય ત્યાં સુધી આપણે હાર ન માનવી જોઈએ. આ વાક્ય ફરી એકવાર કોમનવેલ્થ ગેમ્સ 2022 દરમિયાન જોવા મળ્યું હતું, જ્યાં ભારતની હરજિંદર કૌરે 71 કિગ્રા વેઇટલિફ્ટિંગ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો કારણ કે નાઇજિરિયાના જોય ઓગબોની એજે ક્લીન એન્ડ જર્કના ત્રણેય પ્રયાસોમાં 125 કિગ્રા વજન ઉઠાવવામાં નિષ્ફળ રહી અને તે પછી હરજિંદર કૌર મેડલની પુષ્ટિ થઈ છે.

પરંતુ આ દરમિયાન હરજીન્દરના ધૈર્યની દાદ દેવી પડે કેમ કે કોમ્પિટેશનથી વિપરીત તેમણે એક વજન નક્કી કર્યું, તેમણે કહ્યું કે તે સરળતાથી લિફ્ટ કરી શકે છે. હરજિંદરને સ્નેચ રાઉંડમાં 93 કિગ્રા અને ક્લીન એન્ડ જર્ક રાઉંડમાં 120 કિગ્રા કુલ મેળવીને 213 કિગ્રા વજન લિફ્ટ કર્યો.

સ્નેચ રાઉન્ડ
પહેલો પ્રયાસ – 90 કિગ્રા (નિષ્ફળ)
બીજો પ્રયાસ – 90 કિગ્રા
ત્રીજો પ્રયાસ – 93 કિગ્રા

ક્લીન એન્ડ જર્ક રાઉન્ડ
પ્રથમ પ્રયાસ – 113 કિગ્રા
બીજો પ્રયાસ – 116 કિગ્રા
ત્રીજો પ્રયાસ – 120 કિગ્રા

વડા પ્રધાને કહ્યું હતું કે ભારતીય વેઇટલિફ્ટરોએ કોમનવેલ્થ ગેમ્સમાં અસાધારણ દેખાવ કર્યો છે. એને જારી રાખતાં હરજિંદર કૌરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સફળતા માટે હું તેમને અભિનંદન આપું છું. તેમને ભવિષ્યના તેમના પ્રયાસો માટે શુભકામનાઓ. આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ સારા ડેવિસે 229 કિલો વજન ઉઠાવીને પોતાને નામ કર્યો હતો, જ્યારે કેનેડાની એલેક્સિસે 214 કિલો વજન ઉઠાવવા સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

હવે ભારતના મેડલની સંખ્યા વધીને 9 થઈ ગઈ છે. જુડોમાં બે મેડલ સિવાય ભારતે વેઈટલિફ્ટિંગમાં 7 મેડલ જીત્યા જેમાંથી ત્રણ ગોલ્ડ છે. વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા અને અચિંતા શિયુલીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે સંકેત સરગર અને બિંદિયારાની દેવીએ સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે ગુરુરાજા પૂજારી અને હરજિંદર કૌરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ દરમિયાન ભારતે લૉન બોલ અને બેડમિન્ટનમાં એક-એક મેડલ પણ મેળવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW