મોરબીમાં મની ટ્રાન્સફર વ્યવસાય સાથે સંકળાયેલા શૈલેષભાઇ વડસોલા કે જે મની ટ્રાન્સફરના અલગ અલગ મોબાઇલ ફોનની દુકાનેથી કલેકશન કરી મોરબી પરત આવતા હતાં. તે દરમ્યાન બપોરના સમયે અજાણ્યા બે મોટર સાયકલ ઉપર ચાર અજાણ્યા આવી પાસે રહેલ મની ટ્રાન્સફરના ક્લેક્શનના રૂપિયા તથા ફરીયાદીની મોબાઇલ ફોન સાથેનો થેલો ઝુટવી લીધા હતા અને મોટરસાયક્લ ઉપરથી પડી જતાં. રોકડા રૂપીયા તથા મોબાઇલન મળી કુલ રૂ.7,25,500 ચીલ ઝડપ કરી ફરાર થઇ ગયા હતા.બનાવ અંગે ફરીયાદી શૈલેષ ભાઈએ અજાણ્યા માણસો વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવમાં ફરીયાદી પાસે રહેત મની ટ્રાન્સફરના કલેકશનના રોકડા ૩, ૭,૨૪,૫૦૦/- તથા મોબાઇલ ફોન નં-૦૧ કિ.રૂ.૩,૦૦૦/- મળી કુલ ૩૭,૨૭,૫૦૦/- ની મત્તાનો ઘેલી ઝુટવવાની કોશિષ કરતા ફરીયાદીએ પ્રતિકાર કરતા ફરીયાદી મોટર સાયકલ ઉપરથી પડી જવાના કારણે સામાન્ય ઇજા હતી જે મોટર સાયકલ સવાર ઇસમી બે મોટર સાયકલો હોય જેથી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શનમાં એલસીબી એમ.આર.ગોઢાણીયા તથા મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઇ વિરલ પટેલ તથા psi એન.બી ડાભી, એન એચ. ચુડાસમાં એલ.સી.બી. મોરબી નાઓએ ગુનામાં વપરાયેલ મોટર સાયકલ તથા ખારોપીઓને તાત્કાલિક શોધી પકડી પાડવા સારૂ એલ.સી.બી. પેરોલ ફલો સ્કવોડ, તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ઉપરોકત વણ શોધાયેલ ગુન્હો શોધી કાઢવા પ્રયાસ કર્યા હતા
ઘટનાને ધ્યાને લઇ પોલીસે દાખલ થયેલ જેથી ગુન્હો તથા આરોપીઓને શોધી કાઢવા સારૂ હ્યુમન ઇન્ટેલીજન્સ તેમજ પોકેટકોપ આધારે આ પ્રકારના ગુના આચરનાર આરોપીના ગુનાહિત ઇતિહાસની માહીતી એકત્રીત કરી તે અંગે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલી ફરીયાદીનાના જણાવ્યા મુજ્બ ગુનામાં ચીલ ઝડપ કરનાર અજાણ્યા માણસ જે ગુજરાતી બોલતા હતા અને જેના મોટર સાયકલની નંબર પ્લેટ ન હતી તે અપાવી મો.સા. તથા સ્પ્લેન્ડર મો.સા.ની આગળની નંબર પ્લેટ તુટેલી હોય જેથી નંબરની ફરીયાદીને ખબર ન હોય પરંતુ એક અપાવી તથા બાઈકમાં ચીલ ઝડપ કરી મો.સા લઇ નાશી ગયેલ હોય જેથી અલગ અલગ ટીમો બનાવી બનાવ વાળી જગ્યાની આજુબાજુના તમામ વિસ્તારમાં આ મોટર સાયકલો અંગેની હ્યુમન ઇન્ટેલીઝન્સ તથા પોકેટકોપ એપ આધારે તપાસ કરવામાં આવેલ
આ કામે મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી આરોપી તથા ગુન્હામાં સંડોવાયેલ મોટર સાયકલ અંગેની તપાસમાં અલગ અલગ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં હતા ત ખાનગી બાતમીદારો મારતે હકિકત મળેલ કે, આ ગુનામાં વપરાયેલ મોટર સાયકલો જેમાં (૧) હિરો સ્પ્લેન્ડર મોટર નંબર G-36-K-5003 વાળુ વપરાયેલ છે. જેથી પોકેટકોપ એપ મારફતે સર્ચ કરતા સદરહ મો.સા. પાર્થ ભરતભાઇ વડસોલા રહે, ટીબડી તાજી મોરબી વાળાના નામે રજી. થયેલ હોય જેથી આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી અંગે તપાસ કરતા મોટર સાયકલ વિશાલ ભરતભાઇ વડસોલા રહે. જુની ટીબડી પટેલ શેરી તા.જી. મોરબી વાળો વાપરતો હોય જેથી મજકૂરની તપાસ કરી હસ્તગત કરી મોરબી એલ.સી.બી. કચેરી ખાતે લાવી સઘન પુછપરછ કરતા સદરહુ ગુનામાં પોતે તથા પોતાના અદાના દિકરા બેચરભાઇ ગણેશભાઇ વડસોલા રહે. ટીંબડી તાજા મોરબી વાળા તથા પોતે જે કારખાનામાં લેબર કોન્ટ્રાકટ રાખે છે તે લોરેન્ઝો કારખાનામાં લોડર ચલાવતા પ્રકાશ રાવા તાહેડ – આદિવાસી રહે. મુળ નેગડીયા અંતસ્તેલીયા તા.જી. જાબુ મધ્યપ્રદેશ વાળા તથા દિલીપ માનસીંગભાઇ માડીયા રહે, ખાખરીયા જીરી ગામ, સરદારપુર તા.જી.ધાર મધ્યપ્રદેશ વાળા તથા તેની સાથેના અજાણ્યા માણસોએ મળી કાવતરૂ રચી આ ગુનાને અંજામ આપેલ હોવાની કબુલાત આપેલ હોય જેથી ઉપરોકત તમામ આરોપીઓ મુદામાલ નથી ગુનામાં વપરાયેલ મોટર સાયકલો રીકવર કરવા સારૂ અલગ અલગ દિશામાં તપાસ કરી કરાવતા આ કામે નીચે જણાવેલ આરોપીઓ તથા ગુનામાં ગયેલ મુદામાલ પૈકીના રોકડા રૂ.૧,૫૦,૦૦૦/- નો મુદામાલ હસ્તગત કરી ગણતરીના દિવસોમાં ચીલઝડપમાં ગયેલ મુદામાલ પૈકીના રૂપીયા તથા ગુનામાં વપરાયેલ મોસા, શોધી વણશોધાયેલ ગુનો શોધી કાઢી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પો.સ્ટે. તરફ સોપવામાં આવેલ છે.
(૧) વિશાલ ભરતભાઇ વડસોલા / પટેલ ઉ.વ.૨૭ રહે. જુની ટીબડી પટેલ શેરી, તા.જી, મોરબી (ર) બેચરભાઇ ગણેશભાઇ વડસીલા / પટેલ ઉ.વ. ૨૦ રહે. ટીબડી પટેલ સોસાયટી પ્લોટ નં-રપ તા.જી. મોરબી (૩) પ્રકાશ રાવજી નાહેડ / આદિવાસી ઉ.વ. ૨૫ રહે. હાલ લોરેન્ઝો સીરામિકની ઓરડીમાં લાલાપર પાછળમુળ રહે નેગડીયા અંતરવેલીયા તા.જી. જાબુઆ મધ્યપ્રદેશ આ કામનો આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણ કરી પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી નં૧-૨ વાળાએ આ કામના આરોપીને વાહનો મોટર માયકલની સગવળતા કરી તથા ફરીયાદીની ગતીવિધીની માહીતી અટક કરવાના બાકી આરોપી દિલીપને આપી ફરીયાદીના મોટરસા.નો પીછો કરી ફરીયાદીને પાડી દઇ તેની પાસે રહેલ રોકડ રૂપીયા ભરેલ થેલો ઝુંટવી લીધા હતા.

