ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોએ વર્ષ 2022ના મે મહિનામાં રાજ્યમાં 1.92 લાખથી વધુ મોબાઈલ સબ્સ્ક્રાઈબર્સ મેળવ્યા હોવાથી માર્કેટમાં તેની સર્વોપરિતાને વધુ વિસ્તારી છે, તેમ ટ્રાઈના ડેટામાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મે 2022ના અંત સુધીમાં ગુજરાતમાં જિયોના કુલ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા વધીને 2.61 કરોડ થઈ છે અને તેનો બજાર હિસ્સો 38.74% થયો છે. ટ્રાઈના સબસ્ક્રાઈબર ડેટા મુજબ, મે મહિનામાં ગુજરાતમાં મોબાઈલ ગ્રાહકોની કુલ સંખ્યા 88,850 વધીને 6.74 કરોડ થઈ છે. દેવાથી દબાયેલી વોડાફોન આઈડિયાએ પણ રાજ્યમાં 35.38%ના બજાર હિસ્સા સાથે કુલ 17,673 નવા ગ્રાહકો સાથે તેના કુલ ગ્રાહકોની સંખ્યા 2.38 કરોડ થઈ છે.
એરટેલ અને સરકારી ટેલિકોમ કંપની BSNLના સબસ્ક્રિપ્શન આંકડામાં ઘટાડો જોવા મળ્યો હતો. ગુજરાતમાં મે 2022માં એરટેલની સબસ્ક્રિપ્શન સંખ્યામાં 95,473 અને BSNLની સંખ્યામાં 26,287નો ઘટાડો નોંધાયો હતો. મે 2022ના અંત સુધીમાં એરટેલ અને BSNLના ગ્રાહકોની કુલ સંખ્યા અનુક્રમે 17.64% અને 8.24%ના બજાર હિસ્સા સાથે અનુક્રમે 1.18 કરોડ અને 55.52 લાખ છે. રાષ્ટ્રીય સ્તરે પણ જિયોએ વર્ષ 2022ના મે મહિનામાં 31 લાખથી વધુ મોબાઈલ સબ્સ્ક્રાઇબર્સ મેળવ્યા છે. એરટેલે મે મહિનામાં 10.27 લાખ સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા, જેનાથી તેના મોબાઇલ યુઝર્સની સંખ્યા 36.21 કરોડ થઈ હતી.

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)ના માસિક સબસ્ક્રાઈબર ડેટા અનુસાર રિલાયન્સ જિયોએ 31.11 લાખ વાયરલેસ સબસ્ક્રાઈબર મેળવ્યા છે, જેનાથી મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 40.87 કરોડ થઈ ગઈ છે. વોડાફોન આઈડિયાએ 7.59 લાખ વાયરલેસ સબ્સ્ક્રાઇબર્સ ગુમાવ્યા અને તે જ સમયગાળામાં તેના ગ્રાહકોની સંખ્યા ઘટીને 25.84 કરોડ થઈ ગઈ હતી. એપ્રિલમાં જિયોએ 16.8 લાખ વાયરલેસ ગ્રાહકો ઉમેર્યા હતા, જ્યારે ભારતી એરટેલ માટે મહિના દર મહિનાનો લાભ 8.16 લાખ ગ્રાહકોનો હતો. વોડાફોન આઈડિયાએ એપ્રિલ મહિના દરમિયાન લગભગ 15.7 લાખ ગ્રાહકો ગુમાવ્યા

