HomeGujaratમોરબીમાં મોબાઈલ મની ટ્રાન્સફર પેઢીના કર્મીને 4 શખ્સે આંતરી રૂ 7.24...

મોરબીમાં મોબાઈલ મની ટ્રાન્સફર પેઢીના કર્મીને 4 શખ્સે આંતરી રૂ 7.24 લાખની લુટ ચલાવી ફરાર

માળિયા-મોરબી હાઈવે પર બપોર ના સમએ મની ટ્રાન્સફર કંપનીનો એક કમર્ચારી તેનું બાઈક લઈને મોરબી આવી રહ્યો હતો તે દરમિયાન બહાદુરગઢ ગામના બસ સ્ટેશન નજીક બે બાઈકમાં આવેલ 4 શખસે યુવાનના બાઈકને આંતરી ધક્કો મારી પાડી દીધો હતો.તેમજ બીજા બે શખ્સે ઝપાઝપી કરી રૂ 7.24 લાખ ભરેલ થેલાની લુટ કરી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે યુવાને અજાણ્યા શખસે અજાણ્યા શખ્સ વિરુધ્દ ફરિયાદ નોધાવી હતી તેમાં તાલુકા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી જિલ્લામાં લુંટ ચોરી અને હત્યા સહીતના ગુનાઓ સતત વધી રહ્યા છે જેના કારણે મોરબી બિહાર બની રહ્યું છે. મોરબી સ્ટેટ હાઈવે પર રાની પે નામની મની ટ્રાન્સફર નામની પેઢીનો કર્મચારી શૈલેશભાઈ વડસોલા બપોરે 2:30થી ૩ વાગ્યાની વચ્ચે અલગ અલગ મોબાઈલ મની ટ્રાન્સફરનું કામ કરતા વેપારીઓ પાસેથી રૂ 7.24 લાખની ઉઘરાણી કરી મહેન્દ્રનગર ખાતેની ઓફિસે તેના જીજે 3 ઈ જી 650 નંબરના બાઈકમાં જઈ રહ્યો હતો તે દરમિયાન બહાદુરગઢ ગામના બસ સ્ટેશન નજીક પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન બે બાઈકમાં ચાર જેટલા શખ્સ આવી ચઢ્યા હતા અને એક બાઈક સવાર શખ્સે ધકો મારી બાઈક પાડી દીધું હતું તો બીજા બાઈકમાં આવેલ શખ્સોએ રૂપિયા 7.24 ભરેલ થેલો તેમજ મોબાઈલ લઈને ફરાર થઇ ગયા હતા, બનાવ અંગે શૈલેશ ભાઈએ બીજા એક મોબાઈલ પરથી પોલીસને જાણ કરી હતી જે બાદ પોલીસે તુરત પોલીસે આસપાસ વિસ્તામાં નાકાબધી કરી હતી બીજી તરફ બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ મથકના પીઆઈ વિરલ પટેલ તેમની ટીમ તેમજ એલસીબી પીઆઈ પીએસઆઈ તેમજ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ફરિયાદીના વર્ણન મુજબ આરોપીઓ વિરુદ્દ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW