મોરબી જિલ્લામાં વધી રહેલા કોરોના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે. મંગળવારે મોરબી જિલ્લામાં 810લોકોના rtpcr ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી 11 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ 11 લોકોમાં મોરબી શહેર 4 અને ગ્રામ્ય વિસ્તારોમાં 1 વ્યક્તિ પોઝિટિવ આવ્યા હતા તો વાંકાનેરમાં પણ 1 કેસ આવ્યો હતો.હળવદમાં 4 અને એક વ્યક્તિ ટંકારામાં પોઝિટિવ આવ્યા હતા બીજી તરફ મોરબીના 7 અને હળવદના 3 દર્દી મળી કુલ 10 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. મોરબી જિલ્લામાં શનિવાર સુધીમાં એક્ટિવ કેસનો આંકડો 72 સુધી પહોચી પગયો છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલ આંકડા મુજબ જિલ્લામાં કોરોનાના પ્રથમ કેશથી લઇ આજ દિન સુધીમાં 556483 દર્દીના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાથી 11004 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાથી 10583 દર્દી સ્વસ્થ થયા હતા જયારે 95 દર્દીનો સતાવાર રીતે મોત થયા છે.

