મોરબી શહેરમાં ચોમાસું જામતાની સાથે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેર ઠેર ઠેર હાટડા ધમધમવા લાગ્યા છે. ત્યારે પોલીસે વાવડી રોડ આવેલ ગણેશ નગર પ્રા શાળા નજીક જુગાર ધામ ચાલતું હોવાની બાતમી આધારે એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ મયંક પંડ્યાની સુચના આધારે એ ડીવીઝન પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા કિશન મોતીભાઇ પરસાડીયા મોટીવાવડી તા.મોરબી,વિજયભાઇ મુમાભાઇ સરૈયા કરણભાઇ રઘુભાઇ બાંભવા છોટાલાલ, મહેશભાઇ રાવા અજયભાઇ ખોડાભાઇ ગોહેલને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ 10,550 રોકડ સહીત જુગાર સાહિત્ય જપ્ત કર્યું હતું તો બીજા એક બનાવમાં મોરબી ભકિતનગર સર્કલ એસ્સાર પંપ પાછળ જાહેરમા જુગાર રમતા હનીફભાઇ જુમાભાઇ કાળવા, હેમતભાઇ વાલાભાઇ ચૌહાણ, પ્યારૂભાઇ દાદુભાઇ પરમાર, હુશેનભાઇ અલીભાઇ કાથરોટીયા, જીતેષભાઇ વાલાભાઇ ચૌહાણ સરાણીયાને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂ 30,300નો મુદામાલ જપ્ત કર્યો હતો

