HomeGujaratમોરબીમાં નશા મુક્તિ અંગે જાગૃતિ લાવવા મહિલા કોલેજમાં સેમીનાર યોજાયો

મોરબીમાં નશા મુક્તિ અંગે જાગૃતિ લાવવા મહિલા કોલેજમાં સેમીનાર યોજાયો

નશાબંધી અને આબકારી શાખા રાજકોટ અને મોરબી અધીક્ષક ભાવિન જે મોલેરા ઇન્ચાર્જ અધિક્ષક પૃથ્વીરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તા 22 ના રોજ મોરબીની જે ઓ મહિલા કોલેજ ખાતે વ્યસન વ્હોરે વિનાશ તેમજ નશો નાશનું મૂળ એવા સંદેશ સાથે જાગૃતિ સેમીનાર તેમજ વકતૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા કોલેજની 50 છાત્રાઓએ ભાગ લીધો હતો.

કોલેજના આચાર્ય ડો. પ્રફૂલ્લભાઈ પટેલ દ્વારા વ્યસનમુક્તિ સંદેશો આપવામાં આવેલ હતો.તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વનીતાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને દીકરીઓને સંસ્કાર અને વ્યસનમુક્તિ વાહક તરીકે ફરજ બજાવવા અનુરોધ કરેલ હતો.કાર્યક્રમને અંતે નશાબંધી પ્રચાર કરી શાંતિલાલ ચાનપુરા દ્વારા દરેકને વ્યસનમુક્તિ પ્રતિજ્ઞા લેવરાવી કાર્યક્રમ પૂર્ણ કરેલ હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા નશાબંધી અને આબકારી રાજકોટ-મોરબીના ઇન્સ્પેકટર શર્મિલાબેન મોરી તેમજ નશાબંધી પ્રચારક શાંતિલાલ ચાનપુરાએ હાજરી આપી માર્ગદર્શનઆપ્યું હતું તેમજ નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW