ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને IMA એ મોટી જાહેરાત કરી છે. તેમાં રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલ બંધ રહેશે તમે જણાવ્યું છે. OPD, ઈમરજન્સી સહિતની તમામ સારવાર બંધ રહેશે. ગુજરાતમાં પહેલીવાર ઈમરજન્સી સારવાર બંધ થશે. તેમાં ફાયર NOC અને ICU નિયમો સહિત આદેશોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે આ પગલું ભર્યું છે.

રાજ્યભરમાં હડતાળ: રાજ્યભરમાં એક દિવસની હડતાળ છે. જેમાં એકસાથે હજારો હોસ્પિટલો બંધ રેહશે. ગુજરાતમાં ખાનગી હોસ્પિટલનાં 40 હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે. આ મોટી હડતાળના કારણે 30 હજારથી વધુ સર્જરી અટકી પડશે, એટલું જ નહીં ખાનગી હોસ્પિટલોએ OPD અને ઈમર્જન્સી સેવા પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો હોવાથી દર્દીઓને સરકારી હોસ્પિટલો તરફ જ વળવુ પડશે. ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા બાબતે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.

