મોરબીના રાજપર રોડ પર તાજેતરમાં જ સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો પાડીને 32.70 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં 13 જેટલા શખ્સો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો જેને લઈને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના બે પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવતા પોલીસ બેળામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
મોરબીના રાજપર રોડ પર સ્ટેટ વિજિલન્સના દરોડામાં કુલ 13 જેટલા શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો ત્યારે આ ગુન્હાના આરોપીઓ હજુ તો પોલીસ પકડથી દૂર છે તે પહેલા જ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે જેમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતાં ડી સ્ટાફ પીએસઆઈ એસ એમ રાણા અને બીટના પીએસઆઈ એ એ જાડેજાને ડીજીપી દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે જો કે બીટના પીએસઆઈ આ દરોડા વખતે રજા પર હતા જેથી અન્ય અધિકારી પાસે ચાર્જ હતો ત્યારે ડીજીપી દ્વારા આજે એક સાથે મોરબીના બે પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે તો મોરબીમાં દરોડા બાદ બીજા દિવસે સ્ટેટ વિજિલન્સની ટીમે રાજકોટના પડધરી નજીકથી માઈનિંગ અને ગેસ કટિંગના બે કૌભાંડ પકડી પાડ્યા હતા જે પ્રકરણમાં પણ ત્યાંના સ્થાનિક પીએસઆઈ આર જે ગોહિલને પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

