ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે બુધવારે કહ્યું કે લોકોને ‘રવેડી સંસ્કૃતિ’ની લાલચમાં આવવી જોઇએ નહી, કારણ કે તેનાથી રાજ્ય અને ભરત શ્રીલંકા બની શકે છે.
નામ નથી બોલ્યા: જો હાલ ગંભીર આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. સીઆર પાટીલે કોઇનું નામ લીધું નથી. તે સ્પષ્ટ છે કે તે આમ આદમી પાર્ટી અને તેના સંયોજક અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધી રહ્યા હતા. જેમણે ગુજરાતમં સત્તામાં આવશે તો વિજળી આપવાનો વાયદો કર્યો હતો.
જડબાતોડ જવાબ: ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આપ પણ ચૂંટણીમાં કિસ્મત અજમાવવાની તૈયારી કરી રહ્યું છે. ગાંધીનગરમાં એક કર્યક્રમમાં સંબોધિત કરતાં તેમણે આ વાત કહી હતી. આ લોકો ગુજરાતને શ્રીલંકા બનાવવા માંગે છે? આપણે આવા લોકોને જડબાતોડ જવાબ આપવો જોઇએ. પાટિલ પ્રદેશ ભાજપ પ્રમુખની બીજી વર્ષગાંઠ પર કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા.

