મોરબીવાસીઓ જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે મેડિકલ કોલેજ ટુક સમયમાં શરૂ થવાના દ્વાર ખુલી ગયા છે. કેન્દ્ર અને રાજય સરકારના આદેશ બાદ મોરબીને મેડિકલ કોલેજની મંજૂરી મળી ગયા બાદ શનાળા રોડ પર જમીન ફાળવવામાં આવી હતી. અને આ બિલ્ડીંગ ન બને ત્યાં સુધી મોરબીની ગિબ્સન મિડલ સ્કૂલમાં શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. હાલ આ બિલ્ડીંગનું રીનોવેશન કામ પણ ચાલી રહ્યું છે. અને મોટાભાગનું કામ પૂર્ણ પણ થવા આવ્યું છે. આગામી 1 ઓગસ્ટથી બિલ્ડિંગનો કબ્જો સીવીલ હોસ્પિટલને સોંપવામાં આવશે. સિવિલને કબજો મળ્યા બાદ સીવીલ હોસ્પિટલ દ્વારા 2 મહિના દરમિયાન ફર્નિચર તેમજ જરૂરિયાત મુજબ કામગીરી હાથ ધરશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ આગામી નવા સત્રમાં 100 સિટ સાથેની મોરબીની મેડિકલ કોલેજની પ્રથમ બેચ સપ્ટેબર થી શરૂ થશે અને તેના માટે સ્ટાફ ભરતીની પ્રક્રિયા હાલ ગાંધીનગર ખાતે ચાલી રહી છે. neet એક્ઝામ ક્વોલિફાઇડ થનારા ઉમેદવારમાંથી મેરિટના ધોરણે છાત્રોને અલગ અલગ મેડિકલ કોલેજમાં પ્રવેશ મળશે પ્રવેશ પ્રકિયા પૂર્ણ થયા બાદથી મોરબીબી મેડિકલ કોલેજની પ્રથમ બેચ અંદાજીત સપ્ટેબર કે ઓક્ટોબર મહિનામાં શરૂ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મોરબીમાં મેડિકલ કોલેજ શરૂ થતાં ભવિષ્યમાં સીવીલ હોસ્પિટલમાં તબીબની ઘટ્ટ ઓછી થશે તેમજ બંધ પડેલા સાધનો પણ ઉપયોગમાં લેવશે તેવી આશા સેવાઈ રહી છે
નવા શૈક્ષણિક સત્ર સાથે ચાલુ થાય તેવા સઘન પ્રયાસો કરી રહ્યા છે. આ મેડિકલ કોલેજમાં ઘટતી તમામ સુવિધાઓ તેમજ કાયમી ડિન, તબીબી પ્રોફેસરની નિમણૂક કરવા માટે સરકાર અને રાજ્યના આરોગ્ય વિભાગ સતત ફ્લોઅપ લઈને મોરબીની મેડીકલ કોલેજમાં સુવિધાઓ પુરી કરવા પ્રયાસો કર્યા છે. તેમના પ્રયાસો થકી સરકાર દ્વારા જુનાગઢ મેડિકલ કોલરજના ડિન ડો. નિરજ વ્યાસને મોરબીની મેડિકલ કોલેજના ડિન તરીકે વધારાના હવાલો સોંપવામાં આવ્યો છે. ઉપરાત વડનગરના ડો. કલ્પેશ વિડજા, જૂનાગઢના ડો. કલ્પેશ કુબાવત, જૂનાગઢના ડો.સૂરજ ખાંધેડિયા, ડો.રણછોડ નુકુમ અને ડો.દિશા મહેતાની સહ પ્રાધ્યપક અને ટ્યુટર તરીકે મોરબીની મેડિકલ કોલેજમાં નિમણૂક કરાઈ છે.

