HomeNationalનુપુરને મારવા માટે આ શખ્સ પાકિસ્તાનથી આવ્યો, પ્લાન શરૂ થાય એ પહેલા...

નુપુરને મારવા માટે આ શખ્સ પાકિસ્તાનથી આવ્યો, પ્લાન શરૂ થાય એ પહેલા જ પર્દાફાશ

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) એ રાજસ્થાનના શ્રીગંગાનગરમાંથી સસ્પેન્ડેડ ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા નુપુર શર્માની હત્યા કરવાના ઈરાદા સાથે પાકિસ્તાનના એક ઘૂસણખોરની ધરપકડ કરી છે.

કોણ છે આ: આ વ્યક્તિનું નામ રિઝવાન અશરફ જણાવવામાં આવ્યું છે. પાંચ એજન્સીઓ આ ઘુસણખોરની પૂછપરછ કરી રહી છે. પકડાયેલ ઘૂસણખોર પાકિસ્તાનના પંજાબના મંડી બાહા બીનનો રહેવાસી છે. પ્રાથમિક માહિતીમાં કહેવામાં આવી રહ્યું છે કે રિઝવાન નુપુર શર્માની હત્યા કરવાના ઈરાદે ભારત આવ્યો હતો. મૌલવીઓની બેઠકમાં તેણે ભયજનક યોજના બનાવી હતી.

અહીંથી લીધી એન્ટ્રી: હિન્દુમલકોટ ચેકપોસ્ટના ખાંખા ચેકપોસ્ટ પરથી ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન બીએસએફના જવાનોએ તેને પકડી લીધો હતો. ભારતમાં ઘૂસણખોરી કરતા પહેલા રિઝવાન પાકિસ્તાનના મંડી ભાઉદ્દીન વિસ્તારમાં મૌલવીઓની બેઠકમાં સામેલ થયો હતો. તેણે અગાઉ પણ એક વખત ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો.

8 પાસ શખ્સ: પ્રથમ વખત ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવામાં નિષ્ફળ રહ્યા બાદ તેણે સાહિવાલ થઈને હિન્દુમલકોટમાં ઘૂસણખોરી કરવાની યોજના બનાવી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે શ્રી ગંગાનગર થઈને અજમેર જવાની યોજના બનાવી હતી. અજમેરમાં તેમનો પ્લાન અજમેર શરીફ જવાનો હતો. હિન્દી, ઉર્દૂ અને પંજાબી ભાષાઓ જાણતો રિઝવાન 8મું પાસ છે. તે નુપુર શર્માની હત્યા કરવાના ઈરાદે ભારતીય સરહદમાં ઘુસ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW