HomeNationalઈતિહાસમાં પહેલીવાર ડોલર સામે રૂપિયો 80ને પાર

ઈતિહાસમાં પહેલીવાર ડોલર સામે રૂપિયો 80ને પાર

ભારતીય શેરબજારોમાં ભારે ઊથલપાથલ થઈ રહી છે. ઈન્ડેક્સ સ્ટેબલ થયા છે પરંતુ ડેટ માર્કેટની મંદી અને ક્રૂડની ભારે અફરાતફરી રૂપિયા પર દબાણ ઉભુ રહી છે. ભારતીય રૂપિયો મંગળવારના સત્રમાં ઇતિહાસમાં પ્રથમ વખત 80ને પાર નીકળ્યો છે.

80ને પાર: ભારતીય ચલણ સોમવારના બંધ ભાવ 79. 97ની સામે 79.98 પર ખુલ્યો હતો અને શરૂઆતી મિનિટોમાં જ રૂપિયો 80ને પાર નીકળ્યો છે. ક્રૂડમાં ગઈકાલે જોવા મળેલા ધમાલને કારણે રૂપિયામાં નબળાઈ જોવા મળી રહી છે.

સામે પક્ષે ભારતના મોંઘવારી, રાજકોષીય અને વેપાર ખાધના આંકડા સહિતના તમામ આર્થિક આંકડા નકારાત્મક આવતા અને આગામી સમયના નેગેટિવ આઉટલુક ને કારણે રૂપિયાની મંદીની ચાલ અવિરત વધતી જઈ રહી છે અને આજે સર્વકાલીન ન્યૂનતમ સ્તર 80.02 પ્રતિ યુએસ ડોલર પર પહોંચ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW