HomeGujaratમોરબીમાં 68,800ના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઝડપાયો

મોરબીમાં 68,800ના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઝડપાયો

મોરબીમાં એક શખ્સ પ્રતિબંધિત ડ્રગ્સ સાથે ફરતા હોવાની બાતમી આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી. અને મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપી લીધો હતો. આરોપીની અટકાયત કરી હતી તેમજ આ ડ્રગ્સ કોની પાસેથી લીધું અને કોને કોને વેચતો હતો તે સહિતની વિગતો બહાર લાવવા માટે પોલીસે આ આરોપીની કડક પૂછપરછ કરતા તેણે કચ્છના ભચાઉના ખાન નામના શખ્સ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ લાવીને વેચતો હોવાની કબૂલાત કરી હતી.

મોરબીમાં એન.ડી.પી.એસ.ના કેસો એટલે ડ્રગ્સના કેસો શોધવા માટે સુચના આપતા આ દિશામાં એસઓજી પીઆઇ જે.એમ.આલ પીએસઆઈ પી.જી.પનારા તેમજ તેમની ટીમ તપાસ કરી હતી દરમિયાન તા.૧૬ના રોજ હેડ કોન્સેટેબળ મહાવીરસિંહ પરમારને બાતમી મળી હતી કે, આરોપી સમીર ઇબ્રાહિમભાઇ અલવસીયા ઉ.વ.૨૮ રહે. સુમરા સોસાયટી વીસીપરા મોરબી વાળો પોતાના હવાલા વાળા બાઈક નં. GJ0૩Hp૪૦૪૭ વાળામાં પોતાની પાસે માદક પદાર્થ રાખી વેચાણ કરે છે જે બાતમી આધારે આ આરોપીને માદક પદાર્થ મેફેડ્રોન વજન ૬.૮૮૦ ગ્રામ કિ.રૂ.૬૮,૮૦૦ ના જથ્થા સાથે ઝડપી લીધો હતો અને ગુન્હામાં ઉપયોગ કરેલ મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦૦૦ તથા બાઈક કી.રૂ.૩૫૦૦૦ મળી કુલ મુદામાલ કી.રૂ. ૧,૫૩,૮૦૦ જપ્ત કર્યો હતો. આ આરોપીની પૂછપરછમાં કચ્છના ભચાઉના ખાન નામના શખ્સ પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ લાવીને વેચાણ કરતો હોવાની કબૂલાત આપતા આ બન્ને આરોપીઓ સામે એન.ડી.પી.એસ.હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW