મોરબી જિલ્લામાં પડેલા વરસાદને પગલે મોટા ભાગના રોડ ખખડધજ થઈ ગયા હતા.તો ઔધોગિક ઝોન એવા પીપળી રોડ જાણે અતિશય બિસમાર હોવાથી લોકોને ચાલવું પણ મુશ્કેલ થઇ પડ્યું હતું. તાજેતરમાં પીપળી રોડ વિસ્તારમાં આવેલ ગ્રામ પંચાયત વિસ્તારના લોકોએ તેમજ ઉધોગકારોની રેલીની જાહેરાત બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને કામગીરી શરૂ કરી દેવાઈ હતી.કામગીરી દરમિયાન વરસાદ પણ શરૂ રહેતો હોવાથી કામ ઝડપથી થઈ શકી ન હતી. જોકે શનિવારે સવારથી જ વરાપ રહેતા માર્ગ મકાન વિભાગ દ્વારા વધુ મશીનરી ગોઠવી રોડની મરમતનું કામ તેજ ગતિએ આગળ વધાર્યુ હતું.આ અંગે માર્ગમકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશ ભાઈ આદ્રોજાએ જણાવ્યું હતું કે જિલ્લાવરસાદ ને પગલેરોડ રસ્તાની હાલત ખરાબ થઈ હતી તેને યુદ્ધના ધોરણે રીપેર કરવામાં આવી રહ્યો છે. હાલ વરસાદનું જોર ઘટ્યું છે જેથી યુદ્ધના ધોરણે રોડનુપેચવર્ક કામ કરવામાં આવી રહ્યું છે.વાહન ચાલકોના હાલાકી ન પડે તે માટે રાત દિવસ રસ્તાઓના રીપેરીંગના કામ કરવામાં આવી રહ્યા છે.

