HomeGujaratમોરબી:ખખડધજ જેતપર મુદે 14 ગામના લોકોએ બાઈક-કારની 30 કિમીની રેલી કરી કલેકટરને...

મોરબી:ખખડધજ જેતપર મુદે 14 ગામના લોકોએ બાઈક-કારની 30 કિમીની રેલી કરી કલેકટરને રજૂઆત કરી

મોરબી જીલ્લામાં છેલ્લા બે સપ્તાહથી પડી રહેલા વરસાદને પગલે મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા ખખડધજ થઇ ગયા છે. મોરબીના સિરામિક ઔદ્યોગિક વિસ્તાર સમાં જેતપર પીપળી-મોરબી રોડની હાલત દયનીય બની ગઈ છે આ રોડ એટલી હદ બદતર બની ગયો છે કે રોડ પર ડામરનું તો ક્યાંય નામો નિશાન નથી રહ્યો તો ખાડાની સંખ્યા અને કદ એટલા મોટા પ્રમાણમાં છે કે રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તો એ જ ખબર પડતી નથી મોરબી 34 કિમીના આ રોડ પર 150 જેટલા નાના મોટા સિરામિક કારખાના આવેલ છે આ સિવાય અન્ય નાના મોટા ઉધોગો તેમજ સિરામિક ટ્રેડર્સ આવેલ છે મોરબી જેતપર રોડ પર દરરોજ હજારોની સંખ્યામાં નોકરી ધંધા માટે અપડાઉન કરે છે. તેમજ આસપાસના 14 જેટલા ગામના લોકો ખરીદી માટે તેમજ મોરબીમાં અન્ય કામ માટે આવે છે ઔધોગિક વિસ્તાર તેમજ માનવ વસાહત હોવાથી નાના મોટા અકસ્માત કે અન્ય કોઈ કારણસર દર્દીઓ હોસ્પિટલમાં આવતા જતા રહે છે દિવસ રાત ધમધમતા રોડની હાલત એટલી હદે બિસ્માર થઈ ગઈ છે કે દરરોજ મોટા પાયે અકસ્માત સર્જાઈ રહ્યા છે અને કેટલાક કિસ્સામાં મોત પણ થઇ રહ્યા છે

હાલાકીથી ત્રસ્ત થયેલા 14 ગામના લોકોએ ચોમાસા પહેલા રોડનું કામ કરવા મંત્રી કલેકટરથી લઇ રાજ્ય સરકારના તમામ વિભાગમાં માંગણી કરી હતી જોકે બહેરી મૂંગી સરકાર કોઈ એક્શન ન લેતા આજે આ તમામ લોકો ગ્રામ પંચાયતના સરપંચો હોદેદારો તેમજ ઉધોગકારો દ્વારા 30 કિમી જેટલી વિશાળ બાઈક અને કાર રેલી કરી હતી અને કલેકટર કચેરીએ પહોચી પોતાની માંગણી મુદે સુત્રોચ્ચાર કર્યા હતા તેમજ રોડનુ તાત્કાલિક સમાંર કામ કરવા તેમજ ચોમાસું પૂર્ણ થયે તાત્કાલિક ફોરલેન રોડનું કામ કરવા માંગણી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW