HomeNationalઆવતી કાલથી બૂસ્ટર ડોઝની ઝુંબેશ શરૂ, મંત્રી કહી આ મોટી વાત

આવતી કાલથી બૂસ્ટર ડોઝની ઝુંબેશ શરૂ, મંત્રી કહી આ મોટી વાત

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયમાં દેશભરમાં કોરોનાના કેસ વધ્યા છે ત્યારે કેબિનેટે ૧૮-૫૯ વર્ષના લોકોને ફ્રી પ્રિકોશન ડોઝની મંજૂરી આપી છે.

શું કહે છે સરકાર: સરકારે બુધવારે જણાવ્યું હતું કે, 75 દિવસની આ ઝુંબેશ 15 જુલાઇથી શરૂ થવાની શક્યતા છે અને લોકો સરકારી વેક્સિનેશન કેન્દ્રો પરથી પ્રિકોશન ડોઝ મેળવી શકશે. સરકારે જણાવ્યું હતું કે, નિર્ણયનો હેતુ કોરોનાના પ્રિકોશન ડોઝની સંખ્યા વધારવાનો છે. સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠને સરકાર ‘આઝાદીના અમૃત મહોત્સવ’ તરીકે ઉજવી રહી છે અને આ વેક્સિનેશન ઝુંબેશ પણ તેનો જ ભાગ હશે. સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ‘કેન્દ્રીય કેબિનેટે ભારતની સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠના ભાગરૂપે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે.’

મંત્રીએ કરી ટ્વીટ: આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ એક ટિ્વટમાં જણાવ્યું હતું કે, ‘આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ૧૮ વર્ષ અને વધુ વયના તમામ નાગરિકોને ૧૫ જુલાઇથી ૭૫ દિવસ સુધી સરકારી રસીકરણ કેન્દ્રોમાં પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. તે પુખ્ત વયના તમામ લોકોને વાઇરસ સામે રક્ષણ આપશે.’

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW